આણંદમાં ચાલુ કારમાં આગ લાગતાં ખળભળાટ મચ્યો : ચાલકનો આબાદ બચાવ

0
5

આણંદ,તા.૧૦
રાજ્યમાં વધી રહેલા અકસ્માતો વચ્ચે વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. આજે આણંદના નાવલી નાપાડ રોડ પર દોડતી અલ્ટો કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં ચાલું કારમાં આગ લાગતા ચાલક દ્વારા કાર સાઇડ પર કરીને નીચે ઉતરી જતા ચાલકનો બચાવ થયો હતો.
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે આણંદના નાવલી નાપાડ રોડ પર એક અલ્ટો કારમાં અચાનક આગ લાગી હતી. જાત જાતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા આગની જ્વાળાઓએ કારને ઘેરી લીધી હતી. પરંતુ કાર ચાલાકે પોતાની હોશિયારીથી કારને સાઇડમાં કરી દીધી હતી, અને સમય રહેલા કારમાંથી નીચે ઉતરી ગયો હતો. જેથી કોઇ જાનહાનિ થઇ નહોતી.
આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને કાર પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી, ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ કરતા તાબડતોડ રીતે ત્યાં પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે, કાર ગેસકીટ હોવાથી આગ લાગી હતી. આ ઘટનામાં જેની કારનો ભોગ લેવાયો છે તેમનું નામ નાપાડ ગામના કિરીટભાઇ તળસીભાઇ પટેલ જાણવા મળે છે.
કાર ચાલક નાપાડથી નાવલી તરફ જઇ રહ્યો હતો, ત્યારે રસ્તામાં આગ લાગી હતી. આ કારનો નંબર GJ23 H 2199 હતો. આ ઘટનામાં સદ્દનસીબે જાનહાનિના કોઇ અહેવાલ મળ્યા નહોતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY