બોર્ડ પરીક્ષા : વિદ્યાર્થી હાથમાં ડિજિટલ વોચમાં ગાઇડમાંથી પાડેલા ફોટાએ સ્ટોર કરીને લઇ આવ્યો..!!

0
5

વાપી,તા.૧૦
અત્યારે સમગ્ર ગુજરાતમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં શનિવારે ધો.૧૦ના વિજ્ઞાન ટેકનોલોજી વિષયના પેપરમાં ગેરરીતિના બે કેસ નોંધાયા હતા. જેમાં બોર્ડની પરીક્ષામાં અત્યંત આધુનિક રીરેત એક વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાતા સુપરવાઇઝર અચંબામાં પડી ગયા હતા. વાપીની આર.જી.એસ. સ્કૂલમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીએ હાથમાં પહેરેલી ડિજિટલ વોચમાં ગાઇડમાંથી પાડેલા ફોટાઓ સ્ટોર કરીને પરીક્ષામાં કોપી કરવાનો કીમિયો શોધ્યો હતો. આ ઉપરાંત સરીગામની કે.ડી.બી. હાઇસ્કૂલમાં એક વિદ્યાર્થી કાપલીમાંથી કોપી કરતા સુપરવાઇઝરના હાથે જ પકડાયો હતો.
મળતી વિગતો મુજબ એસ.એસ.સીના વિજ્ઞાન ટેક્નોલોજીના પેપરમાં શનિવારે વાપીની આર.જી.એસ. સ્કૂલમાં એક વિદ્યાર્થી વારંવાર હાથના કાંડા ઉપર
આભાર – નિહારીકા રવિયા પહેરેલી ઘડિયાળમાં નજર નાંખતો હતો. તેથી સુપરવાઇઝરે શંકાને આધારે તપાસતા વિદ્યાર્થીએ હાથમાં ડિઝિટલ વોચ પહેરેલી હતી. આ આધુનિક વોચમાં વિજ્ઞાન ટેક્નોલોજી વિષયની ગાઇડના ફોટા મળી આવ્યા હતા. સુપરવાઇઝરે પરીક્ષાર્થીની પૂછપરછ કરતા તેણે ઘડિયાળમાં ગાઇડના પોટા પોતે સેવ કર્યાનું પણ જણાવ્યું હતું. વિદ્યાર્થીની તરકીબ જાઇ સુપરવાઇઝ ખુદ અચંબામાં પડી ગયા હતા.
પરીક્ષા દરમિયાન ઘડિયાળમાં સ્ટોર કરેલા ગાઇડના પાનામાં જોઇને કોપી કરી રહ્યો હોવાનું જણાતા સુપરવાઇઝરે વિદ્યાર્થીને ઉઠાડી મુકિયો હતો.એટલું જ નહીં તો ગેરરીતિ કરવા બદલ વિદ્યાર્થી વિરુદ્ધ વાપી પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY