
વડોદરા,તા.૫
પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીને લઇને આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ સમર્થનમાં પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા આજે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે, પોલીસ પરવાનગી વીના બેઠેલા ૪૦ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. એક તબક્કે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
આજે સવારે પાસના કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા. આ સાથે પાસના આંદોલનને સમર્થન આપનાર કોંગ્રેસ કાર્યકરો પણ કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા. બીજી બાજુ શહેર પોલીસ તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળે પોલીસ કાફલો ઉતારી દીધો હતો. પાટીદાર સમિતી દ્વારા પોલીસ પરવાનગી સિવાય પ્રતિક ઉપવાસના કાર્યક્રમનું આયોજન કર્યું હોવાથી પોલીસે પાસ અને કોંગ્રેસના અગ્રણીઓ સંજય પટેલ, હરીશ પટેલ, કાઉન્સીલર અતુલ પટેલ, જાગૃતિબહેન રાણા, કોંગ્રેસ અગ્રણીઓ જગદીશ બ્રહ્મભટ્ટ, લલિત પટેલ સહિત ૪૦ની અટકાયત કરીને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઇ ગયા હતા.
છેલ્લા ૧૨ દિવસથી પાટીદાર નેતા હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામત આપવા જેવી માંગ સાથે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે હાર્દિક પટેલના આંદોલનને સમર્થન આપવા માટે આજે વડોદરા ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા નાગરવાડા સ્થિત પટેલ વાડીમાં સવારે ૧૦ થી ૫ પ્રતિક ઉપવાસના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



