ભરૂચ ના નંદેલાવ ગામમાં આવેલી આંગણવાડી માં ચોરી થતા ચકચાર મચી

0
297

ભરૂચના નંદેલાવ ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંદેલાવ-૧ માં આગળનો દરવાજો તોડી ચોર ટોળકીએ અંદર રાખેલ આંગણવાડીનો સમાન ચોરી કરી તોડફોડ કરી પલાયન થઈ જતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે.

બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ નંદેલાવ ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંદેલાવ-૧ ની
આંગણવાડી બહેનો શનિવારે બપોરે કામ કાજ પૂર્ણ કરી ઘરે ગયા હતાં. ત્યાર બાદ શનિવાર ની રાતે કોઈ ચોર ટોળકી દ્રારા આંગણવાડી નો આગળનો દરવાજાના નીચેના પાટિયા તોડી અંદર પ્રવેશ કરી ત્રણ ધાતુના ડબ્બા,ત્રણ મોટા તપેલા,બે કઢાઈ, કુકર,૧૨ નંગ નાની ડિસો,૨ નંગ મોટી થાળીઓ,બે તેલના ડબ્બા અર્ધા વપરાયેલાની ચોરી કરી અને પાણીના આરો મશીન ની તોડ ફોડ કરી અંધારામાં પલાયન થઈ ગયા હતાં.

બનાવ અંગેની જાણ ગ્રામજનો દ્રારા આંગણવાડીની બહેનોને કરાતા તેવો દ્રારા આંગણવાડી ખાતે પહોંચી ચોરી થયાની જાણ એ ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસે ચોરી વાળી જગ્યા પર પહોંચી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY