પોલીસે હનીટ્રેપ ગેંગને આરોપીઓ પાસેથી રૂ. ૨૫ લાખ લેતા ઝડપી લીધો
ન્યુ દિલ્હી,તા.૧૧
દિલ્હી પોલીસે એક હાઈપ્રોફાઈલ હનીટ્રેપ રેકેટના કૌભાંડનો ભાંડો ફોડ્યો છે. અહીં ગેંગરેપના એક કેસમાં પૈસા લઈને દબાવી દેવાની ઘટના બહાર આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, રૂ. ૨૫૧માં મોબાઈલ ફોન લોન્ચ કરનાર ‘ફ્રિડમ ૨૫૧’ કંપનીના માલિક મોહિત ગોયલને ગેંગરેપના આરોપીઓ પાસેથી પૈસા વસુલતા પકડાઈ ગયો છે.
પોલીસે રવિવારે રાત્રે દિલ્હીમાં નેતાજી સુભાષ પ્લેસમાં આવેલા એક શોપિંગ મોલમાં ગેંગરેપની ફરિયાદ કરનારી મહિલા, મોહિત ગોયલ અને તેના અન્ય એક સાથી વિકાસ મિત્તલને આરોપીઓ પાસેથી રૂ. ૨૫ લાખ લેતા ઝડપી લીધા હતા.
શોપિંગ મોલમાં ગેંગરેપના આરોપીઓ સાથે કેસને દબાવી દેવાના નામે પૈસા વસુલતા મહિલા સહિત ત્રણ લોકો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસ વસુલાત કરતી ગેંગરેપ પીડિતાને લઈને શોપિંગ મોલની બહાર નીકળી ત્યારે ગુસ્સે થયેલા આરોપીઓના ઘરવાળાઓએ તેને માર માર્યો હતો. અંતે પોલીસને પણ આરોપી મહિલાને છોડાવવામાં ઘણી મુશ્કેલી થઈ હતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




