પેરિસ,તા.૧૨
રાફેલ મામલે દેશમાં રાજકીય લડતે ગરમાવો પકડ્યો છે ત્યાં ફ્રાન્સની દસ્સોલ્ટ કંપનીના નિવેદને આ મામલે નવો વળાંક આપ્યો છે. હાલમાં જ દસ્સોલ્ટના સીઇઓ એરિક ટ્રેપિયરે રાફેલ મામલે માહિતી આપતા જણાવ્યું કે રાફેલ સોદામાં ભારતીય કંપની રિલાયન્સ માત્ર ૧૦ ટકાની ભાગીદારીમાં છે. તેમણે આ મામલે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે અબજા રૂપિયાના રાફેલ સોદામાં ભારતીય કંપની ઓફસેટ ડીલ મુજબ અલ્પ ભાગીદાર છે.
દસ્સોલ્ટ હાલમાં અન્ય ૧૦૦ કંપની સાથે ભાગીદારી મામલે વાતચીત કરી રહી છે. જેમાંથી ૩૦ કંપનીઓ આ ભાગીદારીમાં જાડાવાની પુÂષ્ટ પણ આપી ચુકી છે. દસ્સોલ્ટ કંપનીએ રાફેલ ડીલમાં ભારતીય નિયમોનુસાર ઓફસેટ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો, પરંતુ ભારતીય કંપનીની પસંદગી દસ્સોલ્ટે કરવાની હતી. ભારતમાં ઓફસેટ ડીલ સાઇન કરવી કંપની માટે કાયદાકીય રીતે જરૂરી હતું, જે હેઠળ દસ્સોલ્ટને ભારતીય ભાગીદારની પંસદગી કરવાનો અધિકાર મળ્યો હતો.
હાલમાં વિપક્ષ પાર્ટીઓ દ્વારા રાફેલ મામલે કેન્દ્ર સરકાર પર બધી જ દિશાઓમાંથી પ્રહાર કરવાના પ્રયાસો થઇ રહ્યા છે એવામાં રક્ષામંત્રી ફ્રાન્સની યાત્રા પર છે. આ મામલે તેમણે પેરિસમાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે મોદી સરકારની દસ્સોલ્ટ એવિએશન અને અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રપની ભાગીદારીમાં કોઇ પણ પ્રકારની ભૂમિકા ન હતી. દસ્સોલ્ટ એવિએશનના સીઇઓએ પણ આ જ મામલે માહિતી આપી કે રિલાયન્સ સાથે ભાગીદારીનો નિર્ણય દસ્સોલ્ટ એવિએશનનો અંગત મામલો હતો. જેમાં કંપનીએ ભારતમાં નાગપુર ખાતે શાખા ઉભી કરવાનો નિર્ણય કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




