તુર્કીના અંકારામાં ટ્રેન દુર્ઘટનાઃ ૯ના મોત,૪૭થી વધુ લોકો ઘાયલ

0
11

અંકારા,તા.૧૩
તૂર્કીના અંકારમાં ટ્રેન દુર્ઘટના થઇ છે. આ દુર્ઘટનામાં ૯ લોકોના મોત થયા છે અને ૪૭થી વધુ લોકો ઘવાયા છે. દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે ૬.૩૦ વાગ્યે બની હતી. ટ્રેન અંકારાથી કોન્યા શહેર જઇ રહી હતી જે તૂર્કીની પશ્ચિમ ભાગમાં સ્થિત છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે મૃતકઆંક વધવાની સંભાવના છે.
એકદમ પૂરપાટ ઝડપે ચાલી રહેલી ટ્રેન રાહદારીઓ માટે પગપાળા જવા માટેના પુલ પર ધસી ગઇ તે અગાઉ તેની એક એન્જિન સાથે ટક્કર થઇ હતી. હાલ રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તૂર્કીમાં આ વર્ષમાં આ બીજી ટ્રેન દુર્ઘટના છે. ૩૬૦ યાત્રીઓ સાથેની ટ્રેનનો અકસ્માત થયો હતો. જેમાં ૨૪ લોકોના મોત થયા હતા અને સંખ્યાબંધ લોકો ઘવાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY