ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ ૮,૧૫૮ જૂઠા દાવા કર્યા

0
10
વોશિંગ્ટન,તા.૨૩
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બે વર્ષના કાર્યકાળ દરમિયાન ૮,૧૫૮ જૂઠા અને ભ્રામક દાવા કર્યા છે. અમેરિકના જાણીતા દૈનિકએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, પહેલાં વર્ષની સરખામણીએ બીજા વર્ષે આવા જૂઠા દાવાની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. ૨૦૧૮માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૬૦૦૦ એવા દાવા કર્યા, જે જૂઠા હતા અથવા તો ભ્રમ પેદા કરનાર હતા. આ દરમિયાન ડોનાલ્ડ ટ્‌મ્પે રોજ ૧૬.૫ આ પ્રકારના નિવેદન આપ્યા છે. રાષ્ટ્રપતિ બન્યાના પ્રથમ વર્ષમાં ટ્રમ્પે રોજ ૫.૯ સરેરાશથી જૂઠા દાવા કર્યા હતા.
મીડિયા રીપોર્ટે જણાવ્યું છે કે એમનો ફેક્ટ ચેકર ડેટા બેઝ ડોનાલ્ડ ટ્રમ્પના દરેક નિવેદન પર નજર રાખે છે. આ અમેરિકન અખબારે ૧૦૦ દિવસોના કવરેજ દરમિયાન ઓનલાઈન પ્રોજેક્ટ અંતર્ગત ફેક્ટ ચેકર શરુ કર્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એની જરુરત એટલા માટે પડી, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ બેફામ રીતે જૂઠા દાવા કરતા હતા.
મીડિયા રિપોર્ટમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, ઓક્ટોબર-૨૦૧૮ની મધ્યસત્ર ચૂંટણી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ૧૨૦૦ દાવા એવા કર્યા હતા, જેના પર ભરોસો કરવો મુશ્કેલ હતો. પહેલા ૧૦૦ દિવસો દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ૪૯૨ દાવા એવા કર્યા હતા, જે બિલકુલ ખોટા હતા અથવા તો ભ્રામક હતા. પરંતુ હવે ટ્રમ્પ જૂઠા કે ભ્રમ ફેલાવનાર નિવેદનો વધુ કરી રહ્યાં છે. ૨૦૧૯ના પહેલા ત્રણ સપ્તાહમાં ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રકારના લગભગ ૫૦૦ નિવેદન આપી ચૂક્યા છે.
મીડિયા રિપોર્ટ સ્પષ્ટ દર્શાવે છે કે ટ્રમ્પે સૌથી વધુ જૂઠા દાવા ઈમિગ્રેશન લઈને કર્યા છે. જેમાં ટ્રમ્પે ૧૪૩૩ નિવેદનો આપ્યા હતા. ઈમિગ્રેશનના મામલામાં છેલ્લા ત્રણ સપ્તાહ દરમિયાન ૩૦૦ એવા નિવેદન આપી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા વર્ષના કાર્યકાળના છેલ્લા દિવસે ૧૯ જાન્યુઆરીએ ઈમિગ્રેશનને લઈને ૧૨ જૂઠા દાવા કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY