અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં વરસાદી ઋતુ પુરી થયા પછી પણ ગટરો અને વરસાદી કાશ માં વહેતા એફલૂએન્ટ . તંત્ર નિંદ્રા અવસ્થામાં કે તહેવારોની રજાઓની મોજ માં ?

0
32

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં વરસાદી ઋતુ પુરી થયા પછી પણ ગટરો અને કાશો માં એફલૂએન્ટ વહી રહ્યું છે.

અગાઉ c પંપીંગ સ્ટેશન બન્ધ કરવમાં આવ્યું હતું કારણ કે તેમાં કોઈ કાયદેસર ના જોડાણ નથી પરંતુ કોઈક દબાણ હેઠળ તેને શરતો સાથે ફરીથી ચોમાસા પૂરતું ખોલવામાં આવ્યું હતું. આજે પણ ગેરકાયદેસર રીતે આવતા એફલૂએન્ટ ને c પપિંગ દ્વારા FETP માં મોકલવામાં આવે છે જે શરતો વિરુદ્ધ અને ગેરકાયદેસર છે.

એવી જ રીતે વાલિયા ચોકડી પાસે થી પસાર થઈ પંપીંગ સ્ટેશન માં જતા કુદરતી કાશ માં એફલૂએન્ટ વહી રહેલું દેખાય છે.

આ બાબત ની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા GPCB અંકલેશ્વર ને કરવામાં આવી અને માંગણી કરવામાં આવી છે કે આ એફલૂએન્ટ ક્યાંથી આવે છે તેની તપાસ અને કાર્યવાહી કરવામાં આવે. જી.પી.સી.બી.ના અધિકારી ત્રિવેદી સાહેબે તપાસ કરવાનું આશ્વશન આપ્યું છે.અને આશા છે ફરિયાદ પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ બહુ કડક અધિકારી ની છાપ ઉભી કરનાર વિભાગીય અધિકારી હાલ કોઈ દબાણ હેઠળ હોય એવી ચર્ચા થઈ રહી છે.

સલીમપટેલ  પ્રકૃતિ સુરક્ષા મંડળ

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY