અંકલેશ્વર,તા.૨૩
અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલી તાપી હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે બીજા બે વ્યક્તિએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે દરમિયા સારવાર અર્થે સ્થાનિક રહીશોએ ગુજરાતમાં ચોવીસ કલાક સેવા આપતી ૧૦૮ એમ્બ્યુલન્સે ફોન કરી એક્સીડન્ટ વિશે માહિતી આપવામાં આવી હતી.
જ્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે સમયસર નહીં આવતા સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા. જેના પગલે સમયસર નહીં આવેલી ૧૦૮ના ડ્રાઇવને સ્થાનિક લોકોએ માર માર્યોહતો. સાથે સાથે એમ્બ્યુલન્સનો ઘેરાવ કર્યો હતો. જ્યારે અન્ય સેવાભાવી લોકો દ્વારા આ ઘટનાને શાંત પાડી હતી. એમબ્યુલન્સ ડ્રાઇવરે હજી સુધી કોઇપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





