વડોદરા,તા.૨૩
દેશની આઝાદી પછી માં ભોમની રક્ષાકાજે શહીદી વહોરનાર આશરે ૨૫ હજારથી વધુ જવાનોની યાદમાં શનિવારે સવારે યોજાયેલી પરમવીર રન યોજાઇ હતી. નવલખી મેદાન ન મળતા અકોટા-દાંડિયા બજાર બ્રિજ ખાતેથી સવારે શરૂ થયેલી પરમવીર રનમાં માત્ર ૧૦૦ જેટલા લોકો જાડાયા હતા. જેને પગલે સંસ્કારીનગરી ગણાતા વડોદરા માટે શરમજનક કહી શકાય તેટલા લોકો દોડયા હતા.
પરમવીર રનમાં વડોદરાના શહિદ થયેલા દિપક ફલ્ટુનકર અને વિજય પવારના પરિવાર સહિત લેફટેનન્ટ વિજયન્દ્ર શેખાવત, વિંગ કમાન્ડર એમ.એ. સરફરાજ, મીગ ૨૧ વિમાન વિશ્વમાં સૌથી વધુ ઉડાવવાનો રેકોર્ડ ધરાવનાર એર કમાન્ડન્ટ સુરેન્દ્રસિંહ ત્યાગી સહિત યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો. પરંતુ, તાજેતરમાં પુલવામાં બનેલી ઘટના સમયે દેશદાઝ દાખવનાર વડોદરાના એક પણ વ્યક્તિ આ પરમવીર રનમાં જાડાયા ન હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



