શિક્ષણનીતિમાં પોલમપોલ બહાર આવી; એક શિક્ષક આઠ વર્ષથી શાળામાં ગેરહાજર ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ કરી તાળાબંધી

0
48

અમરેલીઃ

રાજ્ય સરકાર શિક્ષણના નામે મોટી મોટી વાતો કરે છે. શિક્ષણમાં અનેક ગેરરીતી ચાલતી હોવાની માહિતી અનેક વાર બહાર આવી છે. શિક્ષણના નામે પોલંપોલ ચાલતી હોય છે અને સરકાર માત્ર પગલા લેવાની વાતો કરે છે. આવીજ એક ઘટના અમરેલી જિલ્લાના રાજુલાના ખાંભલીયા ગામમાં બની છે.

સરકારના સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષણ નીતિમાં ચાલતી પોલમપોલ બહાર આવી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની પ્રાથમિક શાળામાં 8 વર્ષથી ફરજમાં ગેરહાજર રહેતા મહિલા શિક્ષકની શાળાના ચોપડે હાજરી બોલાય છે. ખાંભલીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની હાજરી અંગે ચાલતી ગેરરીતિ મામલે ગ્રામજનોએ અવાજ ઉઠાવ્યો છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે શાળાને તાળાબંધી કરી ચિમકી ઉચ્ચારી કે જ્યાં સુધી મહિલા શિક્ષક ફરજ પર હાજર ન થાય ત્યાં સુધી શાળા ખોલવામાં આવશે નહીં. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સૌથી મહત્વની વાત છે કે ગેરહાજર મહેતા મહિલા શિક્ષક રાજકીય ઉચ્ચ નેતાના સગામાં હોવાથી શિક્ષણતંત્ર મૂંઝવણમાં મૂકાયેલું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY