નેત્રંગ તાલુકામાં ઘઉંના ઉત્પાદન અને ગુણવતા મુજબ ભાવ નહીં મળતા ખેડુતોનો રડવાનો વારો

0
117

નેત્રંગ:
ભરૂચ જીલ્લાના વનવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં સિંચાઇના પાણી અછત હોવા છતાં ઘઉંના પાકના ઉત્પાદનમાં જંગી વધારો થયો હતો,જેમાં મુખ્યત્વે ઘઉંનો પાક આઠ-નવ પાણીમાં તૈયાર થઇ જાય છે,જ્યારે ઘઉંનો મબલખ પાક મેળવવા માટે ખેડુતોએ બિયારણ, ખાતર અને ખેતમજરી સહિત કાળી મજુરી કરવી પડતી હોય છે,ત્યારબાદ ઘઉંનો પાક તૈયાર થયા બાદ હાડઁવેસ્ટર જેવા આધુનિક મશીનોથી વખારમાં લાવી સાફ-સફાઇ કરીને બજારમાં વેચાણ કરવા અથઁ મુકવા પડતા હોય છે,જેથી ઘઉંનો મબલખ પાક મેળવવા ખેડુતોને ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે.

જેમાં છેલ્લા કેટલાક સમયથી નેત્રંગ ટાઉનમાં સહિત આજુબાજુના સતત વાતાવરણમાં ફેરબદલના કારણે તૈયાર ઘઉંના પાકને ભારે નુકશાન થય રહ્યુ છે,જેમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ,બપોરના સમયે ભયંકર ગરમીનો પ્રકોપ અને સાંજના સમયે ગુલાબી ઠંડીનો આમ પ્રજાને અહેસાસ થઇ રહ્યો છે,જેની વિપરીત અસર ઘઉંના પાક ઉપર પડી રહી છે,જ્યારે અંતરીયાળ વિસ્તારમાં વરસાદી છાંટાના કારણે ઘઉંના પાકને ભારે નુકશાન થઇ રહ્યુ છે,જેથી ખેડતો ચિંતિત બન્યા છે.

જ્યારે બીજી બાજુએ નેત્રંગ તાલુકામાં ઘઉંના ઉત્પાદન અને ગુણવતા મુજબ ભાવ નહીં મળતા ખેડુતોનો રડવાનો વારો આવ્યો છે,જેમાં ટુકડી ઘઉંનો પ્રતિ ક્વિન્ટલનો વેપારી ભાવ ૨૨૦૦-૨૩૦૦ અને છુટક ભાવ ૧૮૦૦-૨૦૦૦,જ્યારે લોકવન ધઉંનો વેપારી ભાવ ૧૬૦૦-૧૮૦૦ અને છુટક ભાવ ૧૮૦૦-૨૦૦૦ જાણવા મળી રહ્યો છે,
જ્યારે કેટલાક ખેડુતોએ ઘઉંના ભાવ વધવાની આશાએ કોથળામાં ભરીને ભાવ મુકી દેવા મજબુર બન્યા છે,જેનો સીધો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા છે, જેથી ઘઉંના ઉત્પાદનમાં બિયારણ,ખાતર અને ખેતમજરી સહિત હાડઁવેસ્ટર મશીનનું ભાડું પણ માથે પડવાની શક્યતાઓ જોતાં ખેડુતોની હાલત દયનીય બની જવા પામી હતી.

રિપોટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY