બોલો હવે નશાબંધી અને આબકારી જકાત ના જુનિયર ક્લાર્ક એસીબીના છટકામાં સપડાયા

0
136

બનાવની વિગત એમ છે કે અમદાવાદ એસીબી પોલીસ ઇન્સ્પેકટર આર.કે દવે ને અરજી મળેલ કે ફરીયાદીની કેમિકલ ફેક્ટરીમાં મિથેનોલનું લાયસન્સ રીન્યુકરવા અને સંગ્રહનો જથ્થો વધારવા અરજી કરેલ જે બાબતે આરોપી હસમુખ કાલિદાસ મકવાણા જુનિયર ક્લાર્ક નશાબંધી અને આબકારી જકાત અમદાવાદ જિલ્લાની કચેરીમાં રૂ 500 લાંચ માંગતા ફરિયાદીએ એસીબીને જાણ કરતાં એસીબીની ટીમે છટકું ગોઠવી સાહેદોને સાથે રાખી ૫૦૦ લાંચ આપી લાંચ લેનાર આરોપીને રંગેહાથે ઝડપી પાડી લાંચ ની રકમ રિકવર કરેલ આગળની તપાસ ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરનારી આ સરકારમાં સરકારી બાબુઓ ભ્રષ્ટાચારી બન્યા છે.ત્યારે જોવાનું એ રહે છે કે આવા ભ્રષ્ટાચારીઓને સસ્પેન્ડ કરી કેસ ચલાવી અડધો પગાર આપી પાલવવાની શી જરૂર? એક તરફ ગુજરાતમાં બેરોજગારી વધી છે ત્યારે આવા લાગીયા ને નોકરીમાંથી સરકાર પાણીચુ આપવા નો નિર્ણય લઇ ઘરે બેસાડે એ જરૂરી થઇ પડ્યું છે. જોવાનું એ રહે છે કે સરકારમાં આવા લંચિયાઓને બરતરફ કરી ઘરે બેસાડવાનું પાણી છે કે કેમ?

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY