હિન્દીમાં કોઇ કેપિટલ અને કોઇ સ્મોલ નથી : અનુપમ ખેર

0
15

મુંબઈ,તા.૧૫
સિનિયર અભિનેતા અનુપમ ખેરે કહ્યું હતું કે મને હિન્દી ભાષા માટે ખૂબ ગૌરવ છે કારણ કે એેમાં તમામ સ્વર-વ્યંજનો સમાન છે, કોઇ ઊંચ નીચ નથી.
‘અંગ્રેજી જેવી આંતરરાષ્ટ્રીય ભાષામાં કેપિટલ લેટર અને સ્મોલ લેટર જેવા ભેદ છે. મારી હિન્દી ભાષામાં એવી ઊંચનીચની કોઇ કલ્પના જ નથી. અહીં બધા સ્વર વ્યંજનો સમાન છે. મને મારી હિન્દી ભાષા માટે ખૂબ માન અને ગૌરવ છે. જય હો’ એમ અનુપમ ખેરે કહ્યુ હતું.
પોલિટિકલ કૌભાંડેની હો હામાં એ વાત ભૂલાઇ ગઇ હતી કે ૧૪ સપ્ટેંબર ભારતમાં હિન્દી દિન તરીકે ઊજવાય છે. અનુપમે કહ્યુ કે હિન્દી ભાષામાં હજારો ફિલ્મો બની છે. એમાંની કેટલીક ફિલ્મોમાં કામ કરવાની મને પણ તક મળી હતી. એ વાતનો મને આનંદ અને ગૌરવ છે.
છેલ્લા સાડા ત્રણ ચાર દાયકાં અનુપમે સાડા ચારસોથી વધુ હિન્દી ફિલ્મો અને ડઝનબંધ નાટકો તથા ચેટ શો કર્યા છે.
હાલ અનુપમ ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મ કરી રહ્યા છે. એમાં એમણે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘનો રોલ કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY