ગાંધીનગર,
તા.૧૫/૦૩/૨૦૧૮
ગુજરાતની ભાજપ સરકારે ૨૦૧૨ના ચૂંટણી ઢંઢેરામાં ૫૦ લાખ આવાસો બાંધવાનું વચન આપ્યું હતું. જો કે ભાજપ સરકારે રાજીવ આવાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૬માં ૧૧,૪૭૧ અને વર્ષ ૨૦૧૭માં ૮૯૧૧ આવાસોનું જ નિર્માણ કર્યું છે. રાજ્યની ભાજપ સરકારે કેન્દ્રીય પુરસ્કૃત યોજનામાં વર્ષ ૨૦૧૬માં ૩૦ જિલ્લામાં એક પણ આવાસ બનાવ્યા નથી અને ૨૦૧૭માં ૨૪ જિલ્લામાં એક પણ આવાસા બનાવ્યા નથી તેમ કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછેલા સવાલોના જવાબમાં બહાર આવ્યું છે.
ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ કર્યો હતો કે, સૌ માટે આવાસ યોજના અંતર્ગત ભારત સરકાર તરફથી ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ની સ્થતિએ છેલ્લા બે વર્ષમાં ગુજરાતને કેટલી રકમની ગ્રાન્ટ મળી છે? જેના જવાબના સરકારે જણાવ્યું છે કે, સૌના માટે આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી વર્ષ ૨૦૧૬માં ૩૭૦.૫૪ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી, જાકે વર્ષ ૨૦૧૭માં આ ગ્રાન્ટમાં ધરખમ ઘટાડો થઈને ૮૫.૯૦ કરોડ થઈ જવા પામી છે. આ કારણસર ૨૦૧૬માં ૭૦ હજારથી વધુ આવાસો બનાવવાનું નક્કી કરાયું હતું તેને બદલે ૨૦૧૭માં ૩૫ હજારથી વધુ જ મકાન બનાવવાનો લક્ષ્યાંક નક્કી થયો છે. આ પૈકી વર્ષ ૨૦૧૬માં ૩૩૦૩ આવાસોનું બાંધકામ થયું છે જ્યારે ૨૦૧૭માં ૪૪૧૫ આવાસોનું બાંધકામ થયું છે તેમ રાજ્ય સરકારે લેખિત જવાબમાં જણાવ્યું છે.
આ ઉપરાંત અત્યારે બાંધકામ હેઠળ જે આવાસો છે તેનો આંકડો પણ સરકાર દ્વારા અપાયો છે, જેમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૬માં ૪૨,૨૬૪ આવાસો તેમજ વર્ષ ૨૦૧૭માં ૧૪,૧૪૪ આવાસો બાંધકામ હેઠળ છે. જ્યારે બાકી હોય તેવા આવાસો વર્ષ ૨૦૧૬માં ૨૪,૯૭૫ અને ૨૦૧૭માં ૧૬,૭૭૮ હોવાનું જણાવાઈ રહ્યું છે. બાકી રહેલા આવાસો અત્યારે વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે અને તબક્કાવાર રીતે જેમ બને તેમ જલ્દી બનાવવામાં આવશે તેમ સરકારે દાવો કર્યો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"