અંકલેશ્વર,
તા.૨૧/૦૩/૨૦૧૮
શહેરમાં એક પાગલ મહિલાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આ મહિલાએ ૬ વર્ષનાં બાળકનું અપહરણ કર્યુ હતું. આ અપહ્ત બાળકનું નામ મોહિત હતું. અને આરોપી મહિલાનું નામ રશિદામુંશી છે. તેણે મોહિતનું અપહરણ કરી તેને છ મહિના સુધી ગોધી રાખ્યો હતો. પણ મોહિત પાસવાન નામનો આ બાળક શનકી મહિલાનાં ચુંગલમાંથી છુટીને ભાગી જવામાં સફળ રહ્યો હતો.
તે ભાગી જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. અને મહિલાએ આ પહેલાં પણ વધુ એક બાળકનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું હતું.
શનકી મહિલાએ વીકી નામનાં બાળકનું અપહરણ માર્ચ ૨૦૧૭માં કર્યુ હોવાનું તેણે કબુલ્યું છે. વીકીને આ મહિલાએ છ મહિના સુધી કેદમાં રાખ્યો બાદમાં તેની હત્યા કરી લાશ ઘરનાં જ વાડામાં દાટી દીધી હતી. આ આરોપી મહિલાનું નામ રશિદામુંશી છે. આ બાળકનું કંકાલ આજે શોધી કઢાયું હતું. આ વિશે અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશનનાં પીઆઇ જે જી અમીનનું કહેવું છે કે, માતૃત્વનાં મોહમાં રશિદાપાગલ થઇ ગઇ છે. અને તેણે એક બાળકનું અપહરણ કરીને તેનો જીવ લઇ લીધો છે. જ્યારે એક બાળકનું અપહરણ કર્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"