નાંદોદ તાલુકાાં હાલમાં ૬૩ જેટલી દુકાનો છે ત્યારે દુકાન દીઠ દર મહિને ૨૨૦૦/- રૂપિયા જેટલુ માતબર રકમ નું ઉઘરાણું અને ફક્ત કેરોસીન વેંચતા રિટેલરો પાસે છૂટક ઉઘરાણું કે કોઈ અન્ય વર્ધી અપાતી હોવાની ચર્ચા …?!
રાજપીપલા: નાંદોદ તાલુકા માં આવેલી પુરવઠા ની દુકાનો અને ફક્ત કેરોસીન વેંચતા ફેરિયાઓ પાસે થી દર મહિને લાખો રૂપિયા ઉઘરાવાવની વાત હાલ ચર્ચા માં છે ત્યારે નાંદોદ ની ૬૩ જેવી દુકાનો પર થી એકજ વ્યક્તિ દ્વારા આ હપ્તાની રકમ ઉઘરાવી લાગતા વળગતા અધિકારી ને પહોંચતી હોવાની વાત ચર્ચા માં છે ત્યારે જો આ વાત જરા પણ સત્ય હોય તો દુકાનદારો એન્ટી કરપ્શન બ્યુરો ( એ સી બી ) ની મદદ કેમ નથી લેતા …? અત્યારે પુરવઠામાં તમામ બાબત ઓનલાઇન થઈ ગઈ હોય કોઈજ દુકાનદાર કાળાબજાર કરી શકે તેમ નથી ત્યારે હપ્તા કેમ આપવા પડે …? અને અધિકારીઓ ના નામે હપ્તા લેતો એ વ્યક્તિ કોણ છે એ બાબતે પણ ખુદ અધિકારીયોજ જો ઈમાનદાર હોય તો તપાસ કરી મિટિંગો માં આ બાબતેની સ્પટતા કરી દુકાનદારો ને સૂચના આપે કે અમારા નામે કોઈને હપ્તા આપવા નહિ ,જોકે ગમે તે બાબતમાં જિલ્લો પ્રથમ નંબરે આવે એ માટે પુરવઠા ની મીટીંગોમાં અધિકારીઓ દ્વારા પ્રેસર અપાય છે એવી પણ વાત અગાઉ જાણવા મળી હતી ત્યારે દુકાનદારોને હપ્તા બાબતે કેમ કોઈ સૂચના અપાતી નથી શું ખરેખર હપ્તા લેવાતા હોય તો એ અધિકારીઓ માટેજ વસૂલાય છે …?! જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ આ ચર્ચા ને ગંભીરતાથી લઈ તપાસ કરે તો કદાચ સત્ય શું છે એ બહાર આવશે.
જીલ્લા પુરવઠા વિભાગમાં ઉપરી અધિકારીઓના માનીતા ચોક્કસ અધિકારીઓનેજ મુકતા હોવાની વાત પણ ચર્ચા માં છે ત્યારે ગાંધીનગર વિજિલન્સ તપાસ કરે તો પોલ ખુલ્લી પડી શકે છે, જોકે વિજિલન્સે અત્યાર સુધી તપાસ ના નામે બહુ ખાસ કઈ ધાડ મારી હોય એમ જોવા મળ્યું નથી તો પુરવઠા વિભાગ માં આંતરિક બદલીઓ હવે જરૂરી હોય એમ જણાય છે કોણ કરશે આ હપ્તાના દુષણ ને દૂર અને ઉપરી અધિકારીઓની મનમાની એ જોવું રહ્યું
રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"