એપલના પ્રથમ કમ્પ્યૂટરની હરાજી,ત્રણ કરોડ બોલી લગાવાઈ

0
7

ન્યૂયોર્ક,તા.૨૭
એપલે શરૂઆતમાં બનાવેલા કોમ્પ્યુટરમાંથી Apple૧ ની હરાજી થઈ ચુકી છે. આ માટે ઇં૩,૭૫,૦૦૦ (૨,૭૨,૨૬,૮૭૫રૂપિયા)ની બોલી બોલવામાં આવી હતી. અને એટલી જ કિંમતમાં તેને વેચાવમાં આવ્યું. ૪૨ વર્ષ જુનુ આ કમ્પ્યૂટરહજુ પણ કામ કરી કરે છે અને તેમા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ કોમ્પ્યુટરને ૧૯૭૬-૭૭માં બનાવવામાં આવ્યું હતું.
એપલનાં બન્ને સ્થાપકો સ્ટિવ જાબ્સ અને સ્ટિવ વોઝનિઆકે સાથે મળી આ કમ્પ્યૂટર બનાવ્યું હતું. તેની બોસ્ટનની આર.આર ઓક્શન કંપનીએ હરાજી કરી હતી. આ કમ્પ્યૂટરસાથે ૧૯૭૦નું કી-બોર્ડ
આભાર – નિહારીકા રવિયા પણ છે. સૌ પ્રથમ વખત આ મોડલને કંપનીએ ૬૬૬ ડોલરમાં વેચ્યું હતું. જેની હાલમાં લગભગ ૩ કરોડ રૂપિયામાં હરાજી થઈ છે. જ્યારે આ કોમ્પ્યુટરને બનાવવામાં આવ્યુ ત્યારે કંપનીએ તેનાં ૧૭૫ યુનિટ વેચ્યાં હતા.
આ કોમ્પ્યુટરને જૂન ૨૦૧૮માં એપલ-૧ એક્સપર્ટ કોરી કોહેને રિસ્ટોર કર્યુ અને તે પહેલાંની જેમ ચાલું સ્થિતિમાં કામ કરે છે. આર.આર. ઓક્શનનાં બોબી લિવિંગ્સટને જણાવ્યું કે સ્ટિવ જાબ્સ, સ્ટિવ વોઝનિઆક અને તેમની કંપનીએ મળીને ટેક્નોલોજીની બદસૂરત દૂનિયાને ખુબસૂરત બનાવી અને તેને મેનસ્ટ્રીમમાં લાવ્યા તેમજ વધારે લોકો સુધી પહોંચાડ્યું અને દુનિયાને ટેક્નોલોજીને એક નવી દિશા આપી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY