સલમાન ખાને કહ્યું બોલિવૂડમાં ભાઈ-ભત્રીજાવાદ કામ નથી કરતો,ફ્લોપ ફિલ્મો પણ ૧૦૦ કરોડનો ધંધો કરે છે

0
268

મુંબઈ,તા.૨૭
સલમાન ખાન હાલ રિયાલિટી ટીવી શો બિગ બોસ ૧૨ને હોસ્ટ કરી રહ્યો છે. આ ઉપરાંત તે આગામી ફિલ્મ ભારતના શૂટિંગને પણ વ્યસ્ત છે. તાજેતરેમાં જ તેણે ઈન્ડસ્ટ્રીમાં ભાઈ-ભત્રીજાવાદને લઈ ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભાઈ-ભત્રીજાવાદ કામ નથી કરતો અને દર્શકો માત્ર સારી ફિલ્મો તથા કલાકારોનો સ્વીકાર કરે છે. તેમની પૃષ્ઠભૂમિથી કોઈ ફર્ક પડતો નથી.
સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામાં આવેલી નવી ફિલ્મ લવયાત્રી દ્વારા તે જીજા આયુષ શર્માને ફિલ્મી દુનિયામાં લોન્ચ કરી રહ્યો છે. તેણે કહ્યું કે, જા હું આયુષને મોકો ન આપત તો અન્ય કોઈ આપત. કારણકે ઘણા વર્ષોથી આ તે આકરી મહેનત કરી રહ્યો છે. સલમાને કહ્યું કે, તે આકરી મહેનતા કરી રહ્યો છે. મને ખબર હતી કે ભાઈ-ભત્રીજાવાદનો મુદ્દો ઉઠશે. તે એક નેતાનો દીકરો છે. તમે તેને ભાઈ-ભત્રીજાવાદના મુદ્દા સાથે કેવી રીતે ડોજી શકો છે.
સલમાને કહ્યું કે, મારી ફ્લોપ ફિલ્મો પણ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો વકરો કરે છે. મેં આયુષ અને વરિનાને કહ્યું કે, જા તેઓ ફ્લોપ ફિલ્મ આપશે તો પણ બોક્સ ઓફિસ પર ૧૬૦ કરોડનો ધંધો કરશે. તેથી હવે તેમના પર દબાણ છે.
‘લવયાત્રિ’ વિવાદ પણ પર તેણે વાત કરતાં કહ્યું કે, જા તેઓ આ ટાઇટલ ન ઇચ્છતાં હોય તો અમે તેને બદલી દઈશું, જા ટાઇટલથી જ ફિલ્મો ચાલતી હોત તો અમે ફિલ્મો સતત છોડી દેત. આ કોઇ વિવાદાસ્પદ ટાઇટલ નથી પરંતુ એક લવ સ્ટોરી ફિલ્મ છે. પરંતુ કેટલાક લોકોને આમાં ખોટું લાગી કહ્યું છે. અમે કોઈ હેટ સ્ટોરી તો બનાવી નથી રહ્યા, માત્ર લવ સ્ટોરી બનાવી રહ્યા છીએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY