વાશિંગ્ટન,
ટેક્નોલાજીની નવી શોધ સાથે વિશ્વને આશ્ચર્ય આપતી કંપની એપલએ તેના કર્મચારીઓને ઉભા રહીને કામ કરી શકાય તેવા ડેસ્ક (એક વ‹કગ ડેસ્ક) આપ્યા છે. હવે કંપનીના બધા કર્મચારીઓ ઉભા રહેશે પછી જ કામ કરશે. તમને જણાવી દઈએ કે હમણાં જ કેલિફોર્નિયામાં એપલની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ૧૭૫ એકરમાં ફેલાયેલી છે.
વાસ્તવમાં, એપલના સીઈઓ ટિમ કૂક માને છે કે ખુરશી પર કામ કરવું એ કેન્સરના બરાબર છે, તેથી કંપનીએ તેના કર્મચારીઓને તંદુરસ્ત રાખવા માટે આ નિર્ણય લીધો છે.
ટિમ કૂકે તાજેતરમાં એક મુલાકાતમાં આ માહિતી આપી હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યુ હતું કે, “અમે અમારા તમામ કર્મચારીઓને સ્ટેન્ડિંગ ડેસ્ક આપ્યા છે. જા તમે થોડા સમય માટે ઊભા રહીને થાકી ગયા હોવ તો તમે બેસી શકો છો અને થોડા સમય માટે કામ કરી શકો છો, પરંતુ તે પછી તમારે ફક્ત ઊભેલા જ કામ કરવું પડશે. આ તમારી જીવનશૈલી માટે ખૂબ જ સારૂં સાબિત થશે.”
તેમણે વધુમાં કહ્યુ હતું કે ઓફિસમાં કામ કરવું એક નવા પ્રકારના કેન્સર જેવું છે. તેમ છતાં સ્ટેન્ડિંગ ડેસ્ક ફક્ત એવા કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ રહેશે જે એપલની નવી ઓફિસમાં કામ કરે છે. તમને જણાવી દીએ કે એપલની નવી ઓફિસ ૫ બિલિયનથી વધુના ખર્ચે બનાવે છે.
એપલની નવી ઓફિસમાં ખાસ ખુર્શીઓની સ્થાપના કરવામાં આવી છે, જે વિટારાએ તૈયાર કરી છે. આ એક ખુરશીનો ખર્ચ રૂ. ૮૧,૦૦૦ છે. તે જ સમયે, કાફે અને સામાન્ય વિસ્તારમાં મુકેલા ટેબલ અને ચેર આશરે રૂ. ૧.૬૯ લાખ છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



