મારામારીના ૧૩ ગુનાઓમાં વોન્ટેડ, લીસ્ટેડ બુટલેગર્સ જે છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી.
ભુજ: પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ.બી.ઔસુરા નાઓની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે પશ્ચિમ કચ્છના અનેક ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીઓ નં.(૧) રાસુભા તગજી સોઢા, રહે.ખાનાય, તા.અબડાસા વાળો જે પશ્ચિમ કચ્છ જિલ્લાના નલીયા પોલીસ સ્ટેશનના ૫-પ્રોહિબીશન તેમજ ૧-મારામારી, નખત્રાણા પોલીસ સ્ટેશનના ૩-પ્રોહિબીશન, તેમજ કોઠારા પોલીસ સ્ટેશનનો ૧-પ્રોહિબીશન, દાયપર પોલીસ સ્ટેશનનો ૧–પ્રોહિબીશન, વાયોર પોલીસ સ્ટેશન ૧-પ્રોહિબીશન, તેમજ માનકુવા પોલીસ સ્ટેશનન ૧-પ્રોહિબીશનનો એમ કુલ-૧૩ ગુન્હા કામે તેમજ આરોપી નં.(ર) જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા, રહે.ખાનાય તા.અબડાસાવાળો જે પશ્ચિમ કચ્છ જિલ્લાના નલીયા પોલીસ સ્ટેશનના ર-પ્રોહિબીશન, વાયરો પોલીસ સ્ટેશનના ૧-પ્રોહિબીશન, નિરોણા પોલીસ સ્ટેશન ૧-પ્રોહિબીશન, તેમજ નખત્રાણા પોલીસ સ્ટેશનના ૧-પ્રોહિબીશન એમ કુલ્લે-૫ ગુના કામે બે વર્ષથી નાસતા ફરતો હોય જે આરોપીઓને પકડી પાડી ધોરણસર અટક કરી અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુના કામે આગળની કાયદેસરની કાર્યવાહીની કરવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા
9714065405
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




