૧૩ વર્ષથી નાની ઉંમરના બાળકોની સાથે સેક્સ કરનારને નપુંસક બનાવાશે

0
15

અલાબામા,તા.૧૨
દુષ્કર્મ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગને જાઇનએ એક રાજ્યએ દોષિતોને નપુંસક બનાવવા માટે કેમિકલના ઉપયોગનો નિર્ણય કર્યો છે. અમેરિકાના અલાબામામાં એને લઇને નવો કાયદો બનાવવામાં આવ્યો છે.
નવા કાયદા હેઠળ ૧૩ વર્ષથી નાની ઉંમરના બાળકોની સાથે સેક્સનો ગુનો કરનારને નપુંસક બનાવવાના ઇન્જેક્શન લગાવી શકાય છે અથવા દવા આપવામાં આવી શકે છે.
કાયદા પ્રમાણે બાળકોની સાથે સેક્સ ગુનાના દોષિતોને પેરોલ પર છોડતા પહેલા ઇન્જેક્શન લગાવવામાં આવશે. ઇન્જેક્શનના કારણે વ્યકિતની સેક્સ ડ્રાઇવ ઘટી જશે.
મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર ઇન્જેક્શન લગાવ્યા બાદ એની અસર હંમેશા માટે રહેશે નહીં. પરંતુ થોડાક સમય સુધી જ એની અસર રહી શકે છે. પેરોલ લેવાના આશરે એક મહિના પહેલાથી આ ઇન્જેક્શન લગાવવામાં આવશે.
ખાસ વાત એ છે કે ઇન્જેક્શનનો ખર્ચ દોષિત વ્યકિતઓએ જ આપવો પડશે. ઇન્જેક્શન નહીં લેનારનો નિર્ણય કરનાર લોકોને જેલમાંથી છોડવામાં આવશે નહીં.
કોર્ટ જ આ ચીજને નક્કી કરશે કે કિયા સુધી દોષિતને ઇન્જેક્શન લગાવવાની જરૂર છે. અલાબામામાં કાયદો બનાવવાની સાથે જ હવે અમેરિકામાં ૭ એવા રાજ્યો થઇ જશે જ્યાં કેમિકલ કેસ્ટ્રેક્શનના ઉપયોગની જાગવાઇ છે. એમાં લૂસિઆના અને ફ્લોરિડા સામેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY