બિહારમાં મોબ લિન્ચિંગઃ ચોરીની શંકામાં ઢોર માર મારી યુવકની હત્યા

0
10

મૃતકનો સાથી ફરાર,પશુ ચોરી કરવા આવ્યા હતા ત્યારે ઘરના માલિક જાગી ગયા
અરરિયાના,તા.૩૧
બિહારમાં એકવાર ફરી મૉબ લિન્ચિંગ કેસ સામે આવ્યો છે. જ્યાં અરરિયાના એક ગામમાં ભીડે એક શખ્સને ચોરીની શંકામાં ઢોર માર મારતા તેનુ મોત નીપજ્યુ. જ્યારે તેનો એક સાથી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. મૃતકના પરિજનોએ આ હત્યાનુ ષડયંત્ર ગણાવ્યુ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઘટના અરરિયાના સિકટી વિસ્તારની છે. પોલીસ અનુસાર મોડી રાતે રાનીકટ્ટા ગામનો રહેવાસી કાબુલ પોતાના સાથીઓની સાથે સીમરવની ગામમાં ચોરીની નિયતથી પહોંચ્યો હતો. જ્યારે કાબુલ અને તેમના સાથી મો. ઈસ્લામના ઘરમાં ઘૂસીને પશુ ચોરી રહ્યા હતા ત્યારે ઘરના માલિક જાગી ગયા.
ઘરમાં કોઈના આહટ જાણીને તેમણે શોર મચાવ્યો. તેમનો અવાજ સાંભળીને ગામવાળા ત્યાં જમા થઈ ગયા. ગ્રામીણોની ભીડ આવતી જાઈને ચોર ત્યાંથી ભાગી ગયો. ગ્રામીણોએ તેમનો પીછો કર્યો અને કાબુલને પકડી લીધો. જ્યારે તેનો એક સાથી ભાગી છૂટ્યો. ભીડે કાબુલને ખૂબ માર્યો. જેનાથી તેનું ઘટના સ્થળે મોત થઈ ગયુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY