નવી દિલ્હી, તા.૧૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નાણા મંત્રાલયના જુદા જુદા વિભાગોની કામગીરીની માહિતી મેળવી હતી. વડાપ્રદાન દ્વારા અર્થવ્યવસ્થાની સ્થતિની સમીક્ષઆ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે સરકાર રાજકોષીય ખાધને કાબુમાં લેવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. જેટલીએ કહ્યું હતું કે સરકાર ઉંચા આર્થિક વૃદ્ધિ દરને હાંસલ કરવા માટે કટિબદ્ધ છે, સાથે સાથે આશાવાદી પણ છે. મૂડી ખર્ચના તમામ લક્ષ્યાંકોને હાંસીલ કરવામાં આવશે. વર્તમાન ખાતાકીય ખાધ ૩.૩ ટકાના લક્ષ્યથી ઉપર જશે નહીં. નાણામંત્રીએ કહ્યું હતું કે આવકવેરા સંગ્રહનો આંકડો બજેટલક્ષ કરતા વધારે રહેશે. જીએસટીમાં ચીજા સામાન્ય થઈ રહી છે. ચાલુ નાણાંકીય વર્ષથી ડિસઈન્વેસ્ટમેન્ટના લક્ષ્યને પાર કરવાની દિશામાં પણ પગલાં લેવામાં આવશે. હાલમાં પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતોને લઈને મોદી સરકાર ટીકા ટિપ્પણીનો સામનો કરી રહી છે. જેટલી પોતે માલ્યાના મામલે વિવાદના ઘેરામાં છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



