ભારતના રાજકારણમાં જેની અપેક્ષા રાખવામાં આવી રહી હતી આખરે તે થઇ જ ગયું. ગાંધી પરિવારના એક સભ્ય અને આ વખતે મહિલા સભ્ય પ્રિયંકાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. જાહેર છે કે પ્રિયંકાના આવવાથી કોંગ્રેસ પક્ષમાં એક નવો જ ઉત્સાહ લહેર ફરી વળી છે કેમ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં માંગ થઇ રહી હતી કે પ્રિયંકા રાજકારણમાં આવે કુંભમેળાના પવિત્ર દિવસોમાં જ કોંગ્રેસે પ્રિયંકાને પ્રવેશ કરાવીને પૂર્વ યૂપીની જવાબદારી સોંપી છે અત્રે નોંધવું રહ્યું કે પૂર્વ યૂપીમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી વિસ્તાર વારાણસી આવે છે. કોંગ્રેસ અને રાહુલની રણનીતિ શું હોઇ શકે છે તેનો અંદાજ આ બાબત પરથી લાગી શકે છે. પ્રિયંકાના પ્રવેશથી ખુદ વડાપ્રધાનને પણ બોલવું પડ્યુ. ભારતના સક્રિય રાજકારણમાં આમ તો સશક્ત મહિલા નેતાઓની કમી છે. કોંગ્રેસવાળા જેને ઇન્દિરા ગાંધી કહી રહ્યા છે તે પ્રિયંકાના આવવાથી રાજકારણ ગરમાઇ જવું સ્વાભાવિક છે.
રાહુલે કહ્યું કે પ્રિયંકાના આવવાથી ભાજપમાં ગભરાટ ફેલાઇ ગયો. જો કે ખરેખર ગભરાટ ફેલાઇ ગયો કે નહીં એ તો ચૂંટણીના પરિણામો જ બતાવશે. પરંતુ નીચેના સ્તર પર આનો પ્રભાવ જરૂર પડ્યો હશે. પરંતુ તેનો અહેસાસ ભાજપવાળા થવા નહીં દે. કોઇ પરિવારમાં જા કોઇ રાજકારણમાં આવે તો તેમાં કોઈને ખોટું ના લાગવું જાઇએ કેમ કે ભારતના કેટલાય રાજકીય પક્ષોમાં પરિવારવાદ ચાલ્યો આવે છે. સપા,ડીએમકે,એનસીપી અને મહારાષ્ટ્રમાં ભાજપનો સાથી પક્ષ શિવસેનામાં કયો વાદ ચાલી રહ્યો છે એ ભાજપના નેતાઓ જાણે જ છે બાળાસાહેબના પછી ઉધ્ધવ અને પછી તેમનો દિકરો સિયાસતની ગાદી પર બેસશે શું તે પરિવારવાદ નથી તો બીજુ શું છે. ખરેખર તો આ રીતની વધારાની ટીકા-ટિપ્પણીઓના બદલે ખેલદિલી બતાવવા પ્રિયંકાનું સ્વાગત કરવું જાઇએ. ભાજપ પણ કોંગ્રેસની જેમ કોઇ સશક્ત મહિલાઓને ચૂંટણી મેદાનમાં ઉતારે એમાં કોઇ વાંધો નહીં. ચૂંટણીનું ખૂલ્લુ મેદાન બધાને માટે છે. કોઇ પણ આવે અને પોતાની તાકાતની સાથે મતદાતાઓને પોતાની તરફ ખેંચીને સરકાર બનાવે જેટલી જેની રાજકીય તાકાત તેના ઉપરથી હાર જીતનો ફેંસલો થશે.
સવાલ પ્રિયંકાનો પક્ષ લેવો કે તેના વિરુદ્ધ જવું તે નથી પ્રિયંકાના કરિશ્માનો પ્રભાવ જાતા ભારતના મતદાતા તેનાથી પ્રેરિત થઇને કોંગ્રેસને વોટ આપે છે તો તેમાં કસૂર પ્રિયંકાનો નથી પરંતુ મતદાતાને હોઇ શકે છે અને કસૂર પણ કેમ..? મતદાતા આખરે લોકશાહીનો રાજા છે. તેનો નિર્ણય-ફેંસલો માથા પર. ૨૦૧૪નો જનાદેશ કોઇને સારો લાગ્યો અને તેને મોદી મેજીક નામ આપવામાં આવે તો ૨૦૧૯ના જનાદેશનું પણ એવું જ સ્વાગત થવું જાઇએ. જહાંપનાહ,હાર જીતની દોરી તો મતદાતાના હાથમાં છે. કોણ ક્યારે સંસદમાં જશે તેનો ફેંસલો તેઓ જ નક્કી કરશે. ના મોદી મેજીક કે ના પ્રિયંકાનો કરિશ્માવાળો ચહેરો..!! ભાજપ પણ લાવે સશક્ત મહિલા નેતા,સ્વાગત છે તેમનું પણ..! આવો રમીએ..!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



