કિશોરો રિસ્કી સેક્સ તરફ

0
16

બ્રિટનમા તબીબોએ ચેતવણી આપી છે કે શરાબ પીવાની ટેવ કિશોરોને રિસ્કી સેક્સ એટલે કે બિન સુરક્ષિત સેક્સ માણવા તરફ દોરી રહી છે. બિનસુરક્ષિત સેક્સના કારણે અનિચ્ત્ ગર્ભ અને ઇન્ફેક્શન સંબંધિત બિમારી થવાની શક્યતા છે. બ્રિટનના જાણીતા અખબાર ડેલી મેઇલના જણાવ્યા મુજબ બ્રિટનના રોયલ કોલેજ ઓફ ફિઝિશિયનનું કહેવુ છે કે શરાબના સંકજામાં કિશોરો સેક્સ પ્રવૃતિમાં તમામ હદ પાર કરી રહ્યા છે. જેનાથી ગર્ભ અને ઇન્ફેક્શનની સમસ્યા ઉભી થાય છે. કોલેજે તબીબો અને નર્સોને અપીલ કરી છે કે આરોગ્યની ચકાસણી મામલે ક્લિનિક્ આવનાર કિશોરોને માહિતી આપવામાં આવે તે જરૂરી છે. અહેવાલમાં જણાવવામા આવ્યું છે કે દર વર્ષે આશરે ૧૦ લાખ કિશોર ગર્ભ નિરોધક ગોળીઓ અને સેક્સ ઇન્ફેક્શનની ચકાસણી કરાવવા માટે ક્લિનિક્ પર પહોંચે છે. સંસ્થાએ પોતાના અભ્યાસમાં કહ્યું છે કે ૧૪થી ૧૫ વર્ષની યુવતિઓ પૈકી ૨૦ ટકા યુવતિઓએ કહ્યુ છે કે શરાબનો નશો કર્યા બાદ તેમની સેક્સ ઇચ્છા સામાન્ય કરતા વધારે થઇ છે. ૧૬થી ૩૦ વર્ષની વયની મહિલાઓ પૈકી ૮૦ ટકા મહિલાઓએ કહ્યું છે કે સેક્સ પહેલા તેઓ શરાબ પીવે છે. નવા અભ્યાસના તારણો અને તબીબોની ચેતવણીને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. માત્ર બ્રિટનમાં જ નહી બલ્કે સમગ્ર વિશ્વમાં હવે શરાબના નશામાં મોટી સંખ્યામાં કિશોરો રિસ્કી સેક્સ માણી રહ્યા છે. જેના ખતરનાક પરિણામ આવી રહ્યા છે. બ્રિટનમાં અભ્યાસમાં પણ આ વાતને સમર્થન મળ્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY