ચંદા-દિપક-ધૂતની વિરુદ્ધ કેસ કર્યો પરંતુ ૨૮૦૦ કરોડની એનપીએનું શું થશે સાહેબ..?

0
15

ખાનગી બેન્કિંગ ક્ષેત્રમાં આઇસીઆઇસીઆઇ નામ ઘણું સારુ હતુ પરંતુ આ બેન્કની મહિલા સીએમડી ચંદા કોચરે જે કર્યું તેનાથી લાગે છે કે ખાનગી કોર્પોરેટ બેંકોમાં બધુ બરાબર નથી. બેંકોની એનપીએ કેવી રીતે વધે છે તેનો ખુલાસો પણ થયો. તપાસ એજન્સી સીબીઆઇએ ચંદા કોચર,તેમના પતિ મહાશય દિપક કોચર અને જે કંપનીએ ચંદાએ ૬૪ કરોડના ચંદાના બદલામાં ૩૨૫૦ કરોડની લોન આપી તે કંપનીના માલિક વેણુગોપાલ ધૂતની વિરુદ્ધ વિશ્વાસઘાત,અપરાધિક ષડ્યંત્રણ અને ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો છે. કોઇ ફિલ્મની પટકથાની જેમ ખેલ ખેલવામાં આવ્યો. દેખાવમાં ભોળી લાગતી આ મહિલાએ ગુનો કર્યો છે. તેને જાતા સરકાર બધી જ ખાનગી બેંકોની એ તપાસ કરે કે આખરે એનપીએ વધી ગઇ કેવી રીતે…? ચંદા કોચરે વીડિયોકોન કંપનીને જે ૩૨૫૦ કરોડની લોન અપાવી તેમાંથી પછીથી લગભગ ૨૮૦૦ કરોડની લોન એનપીએ એટલે કે નોન પરફો‹મગ એસેટ્‌સમાં નાંખી દેવામાં આવી તેનો અર્થ કે ધુતની કંપની ૨૮૦૦ કરોડ પાછા નથી આપી શકતી એટલા માટે આ નાણાં હવે ના મળી શકે. તપાસમાં જાણ થઇ કે આ એક કાવતરુ હતુ અને ૬૪ કરોડનો ચંદા લઇને ચંદા કોચરે બેંકને ૨૮૦૦ કરોડનો ચુનો ચોપડ્યો એટલે કે ૬૪ કરોડના બદલામાં ધુતને ૨૮૦૦ કરોડનો ફાયદો થયો..?
કોચર દંપતિ પર એફઆઇઆર દાખલ થઇ છે. ધુતની વિરુદ્ધ કેસ દાખલ થયો છે. પરંતુ મામલો ફક્ત અહીં સુધી અટકવો ના જાઇએ બની શકે છે કે પુરાવાઓના આધારે ચંદા અને અન્યોને સજા થશે પરંતુ આ બધો તપાસ એજન્સી પર આધાર છે. માની લેવામાં આવે કે સીબીઆઇએ વ્યવસ્થિત રીતે તપાસ કરી અને ચંદા કોચરને જેલા સળિયા પાછળ રહેવું પડે પરંતુ ધુતને આપેલી લોનમાંથી જે ૨૮૦૦ કરોડના નાણાં એનપીએ ખાતામાં નાખી દેવામાં આવી તેની વસૂલાત પણ થવી જાઈએ. આ નાણાં ચંદા એ ચંદો એકઠો કરી ધુતને નથી આપી. આ નાણાં બેંકના ખાતેદારોના છે. ખાતેદારોના ખાતામાં સીધે સીધા નથી આપ્યા પરંતુ ખાતેદારોના જમા નાણાંમાંથી આપવામાં આવ્યા છે. બેંકને ૨૮૦૦ કરોડનું ભારે નુકસાન ઉઠાવવું પડ્યુ અને પ્રથમ દ્રષ્ટિએ આના માટે બેન્કની તત્કાલિન સીએમડી ચંદા કોચર જવાબદાર કહી શકાય છે. ધુતની કંપની હજુ પણ બજારમાં છે. ત્યારે તેની સ્થાવર જંગમ મિલકત જપ્ત કરીને ૨૮૦૦ કરોડના નાણાં વસૂલ કરવામાં આવે અને એનપીએના ખાતામાંથી ૨૮૦૦ કરોડ ઓછા કરવામાં આવે.
કેટલાક સમય પહેલા ચંદા કોચર સત્તાની ગલીઓમાં ચમકી રહી હતી. મોટા મોટા નેતાઓ સાથે મંચ ઉપર નજરે આવી રહી હતી તેમના રાજકિય સંબંધોની પણ ભાળ મેળવવી જાઇએ કે આખરે તેમની આટલી બધી કિંમત મોટો ગોટાળો કરવા કેવી રીતે થઇ..? પરંતુ તેની તપાસ અત્યારે થાય તેવું નથી લાગતુ જેમણે ચંદાના કાળા કરતૂતોનો ભાંડો ફોડ્યો તે વ્હિસલ બ્લોઅર પણ તેમના રાજકીય સંબંધોનો ભાંડો ફોડશે. સરકાર આ કેસને એ રીતે જુએ કે જે એનપીએની નાણાં ૨૮૦૦ કરોડ છે તે ચંદા કોચર અને ધુતથી વસૂલવામાં આવે જેથી ખાનગી કે સરકારી બેંકોના સીએમડી આ પ્રકારના ધોખા ધપલા ના કરે. જા ફક્ત જેલની સજા ન થઇ ગઇ તો જે નાણાં એનપીએ થઇ ગયા તેનું શું…? ધુતની કંપનીને જાણી જાઈને આર્થિક લાભ આપવામાં આવ્યો જેમાં આ બધા સંકળાયેલા હતા એટલા માટે જા એનપીએના નાણાં કોચર ધુતથી વસૂલવામાં આવે તો કોર્પોરેટ ક્ષેત્રમાં સરકારની એક મોટી સફળતા માનવામાં આવશે. નહિ તો થશે એવું કે જેલની સજા કાપવાની સાથે જે નાણાં એનપીએ થઇ ગયા અને જે એમની પાસે જ હશે તેનાથી તેઓ કેસમાં છૂટી પણ શકે છે. અથવા તો જેલમાં રહેવા છતા પૈસાના જારે તેઓ તમામ સુખ સુવિધા લઇ શકે છે કે જે જેલની બહાર મળે છે. સરકાર આને એક ઉદાહરણ રૂપે લે અને કોઇ ચંદા કે ચમ્પા,તારા પોતાની બેંકોને કેટલાક પૈસાના બદલામાં કરોડોનો ચુનો ના ચોપડે ચંદાએ કોર્પોરેટર ખાનગી બેંકોના ક્ષેત્રમાં મહિલાઓનું નામ પૂરેપૂરુ ધુળધાણી કરી નાંખ્યુ..!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY