સૌથી મોટો પક્ષ આગળ શા માટે કરગરી રહ્યો છે..?!! મજબુરીનું નામ ભાજપા…!!

0
9

ભાજપા ભારતનો સૌથી મોટો પક્ષ છે. લગભગ દસ કરોડ કાર્યકર્તાઓનો પક્ષ મહારાષ્ટ્રમાં એક નાનકડો પક્ષ જેનું નજીકનાં રાજ્યમાં કોઈ સ્થાન નથી. એવો પક્ષ શિવસેનાની આગળ બે હાથ જાડી વિનંતી કરી રહ્યો છે. કરગરી રહ્યો છે કે અમારાથી ભૂલ થઇ ગઈ હવે આવું નહિ થાય. એટલા માટે મહેરબાની કરી માની જાવ..!! શું આ સૌથી મોટા પક્ષની મજબુરી છે કે પછી વિધાનસભાની ચુંટણીઓ સાથે નથી પરંતુ અલગથી લડવાની સજા મળી રહી છે ભાજપાને..?!! કેમ કે ૨૦૧૪માં ભાજપાએ મિત્રતા નિભાવવા શિવસેનાની સાથે ચુંટણી સમજુતી કરી તેના પછી ૨૦૧૫માં મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમાં ભાજપાએ શિવસેનાનો સાથ સાથ છોડી દઈ એકલા હાથે લડી ચુંટણી જીતવાના જે પ્રયાસો કર્યા તેની સજા ભાજપાને મળી રહી છે કે શિવસેનાએ ભાજપા પર કોંગ્રેસથી વધુ હુમલા કર્યા. એવો એકપણ મોકો નથી છોડ્યો કે જેમાં શિવસેનાએ ભાજપાની ટીકા કરી ન હોય છતાં પણ ભાજપાએ શિવસેનાના પગે પડી આ વખતે ફરી એકસાથે મળીને ચુંટણી લડીએ..!! ભાજપાએ પોતાના તરફથી ગઠબંધનની જાહેરાત કરી કે ૪૮ માંથી અડધી બેઠકો લડશે. ૨૪ શિવસેના અને ૨૪ ભાજપા. પરંતુ શિવસેના તરફથી તેની જાહેરાત નથી થઇ.
મહારાષ્ટ્રમાં શિવસેનાના બાલાસાહેબ ઠાકરે જીવતા હતા ત્યાં સુધી ભાજપાની એવી હિંમત થઇ ન હતી કે અલગથી ચુંટણી લડે પરંતુ તેમના જવાથી ભાજપા કોઈ નેતાને લાગ્યું કે મારો જાદુ ચાલી રહ્યો છે બાલાસાહેબ પછી હું જ છું અને શિવસેનાની કોઈ જરૂર નથી. પરંતુ પરિણામો આખરે એવા આવ્યા કે આખરમાં મોઢા પર તમાચો મારી અને શિવસેના સાથે સરકાર બનાવવી પડી. અને ત્યારથી લઈને આજદિન સુધી શિવસેનાએ ૫૬ ઈંચની છાતીવાળાનાં દરેક નિર્ણયનાં એવા જવાબ આપ્યા કે ભાજપાએ પોતાની ભૂલ માટે ૧૦૦ ડુંગળી ખાવી પડી અને ૧૦૦ કોરડા પણ..!! ભાજપાનાં જુના નેતાઓ આ ૧૦૦ ડુંગળી અને ૧૦૦ કોરડાની વાર્તા સારી રીતે જાણતા જ હશે જેમને ખૂણામાં ધકેલી દીધા છે તે નેતા અડવાણી કોંગ્રેસની માટે વારંવાર આ ઉદાહરણ આપતા હતા. શિવસેનાએ ભાજપાની હાલત એવી કરી દીધી કે શિવસેનાના ૧૦૦ ટોણાં પણ સાંભળ્યા અને ૧૦૦ વાર ગઠબંધન માટે વિનંતિ પણ કરવી પડી. આખરે ભાજપાએ શા માટે આવું કરવું પડ્યું..?!!
સત્તાના ૫ વર્ષ પૂરા થતા ભાજપાથી કેટલાય પક્ષ અલગ થઇ ગય. સિટીઝન બીલને કારણે પૂર્વોત્તરનાં રાજ્યોમાં ભાજપાનાં કેટલાય સાથી પક્ષો અલગ થઇ ગયા. કેટલાક નારાજ થઇ ગયા છે. યુપીમાં સપા-બસપા ભાજપા માટે ચેલેન્જ બની ગયા છે. બિહારમાં નીતીશકુમારનાં પક્ષને વધુ બેઠક આપવી પડી, બંગાળમાં મમતા બેનર્જીની સામે ભાજપાનાં કદાવર નેતા નાના કદના નજરે આવી રહ્યા છે. દક્ષિણ ભારતમાં ભાજપાનો કોઈ પ્રભાવ નથી, રાજ્સ્થ્યાન સહીત ત્રણ મહત્વના રાજ્યોમાં ભાજપાની હાર થઇ, પંજાબમાં કોંગ્રેસ છે. કાશ્મીરમાં ભાજપા નિષ્ફળ રહ્યું. આ બધા જ રાજકારણનું અર્થઘટન જાતા ભાજપાને શિવસેનાના દરવાજા પર જઈને ઉભા રહેવું પડ્યું. હવે આને મજબુરી જ કહી શકાય છે. બીજુ શું..?!! સત્તા આજે છે કાલે નથી પરંતુ મિત્રતા કાયમ છે અને રહેવી જાઈએ. પરંતુ કિયારેક જમીનથી નીચે ચાલવા વાળા હવે જમીન પર ફૂંકી ફૂંકી પગ મુકવાના પ્રયાસો કરવામાં છે. તેમ કહેવાય કે મહારાષ્ટ્રમાં નાનો પક્ષ શિવસેના મોટા ભાઈ અને મોટો પક્ષ ભાજપા નાનો ભાઈ..!! આજ છે રાજકારણ..!!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY