ઘણાં વર્ષો પહેલાં આવેલી સુપરહિટ ફિલ્મ આંધી સ્વ. ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત હતી તેવું કહેવાય છે. આ સિવાય ભારતના આઝાદીના લડવૈયા એવા અનેક નેતાઓ જેમ કે ગાંધી, સરદાર, સાવરકર, આંબેડકર, સુભાષચંદ્ર બોઝ પર અનેક ફિલ્મો પણ બની છે, પરંતુ રાજકીય વિષય યા રાજકારણીઓના જીવન પર આધારિત વ્યાવસાયીક ફિલ્મોનું પ્રમાણ બહુ ઓછું છે.
કેટલાંક વર્ષ અગાઉ રામગોપાલ વર્માએ બાળ ઠાકરેને કેન્દ્રમાં રાખીને સરકાર ફિલ્મ બનાવી હતી, પરંતુ એને પૂરી રીતે રાજકારણીઓ પરની ફિલ્મ ન જ કહી શકાય, પરંતુ હવે સમય બદલાયો છે, રાજકીય પક્ષો પોતાના કે બીજા પક્ષના નેતાઓ પર બનેલી ફિલ્મોનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે. પાકિસ્તાન પ્રરિત ત્રાસવાદીઓએ ભારત પર કરેલા હુમલાના જવાબમાં ભારતીય લશ્કરે પાકિસ્તાનની સીમામાં ઘૂસી જઈને જે કાર્યવાહી કરી હતી એ સર્જિકલ સ્ટ્રાઈક પર બનેલી ફિલ્મ ઊરી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ ભાજપને ફાયદો પહોંચાડી શકે તેવી વાત છે. એ જ રીતે ભૂતપૂર્વ પત્રકાર અને કાંગ્રેસના શાસનમાં વડા પ્રધાન બનેલા મનમોહન સિંહના મીડિયા સચિવ એવા સંજય બારુના વિવાદાસ્પદ પુસ્તક એકિસડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પરથી એ જ નામથી બનેલી ફિલ્મ પણ ભાજપને ફાયદો પહોંચાડી શકે તેમ છે. આ ફિલ્મ સોનિયા ગાંધીના પાત્રને ખૂબ જ નકારાત્મક ચિતરવામાં આવ્યું છે.
બરાબર લોકસભાની ચૂંટણીને માત્ર બે-ત્રણ મહિનાની વાર છે એ સમયે જ આ ફિલ્મોના ટ્રેઈલરનું લોન્ચ થવું ઘણું બધું કહી જાય છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સત્તા ભોગવી રહેલા પણ અંદરખાને ભાજપથી સતત પીડાઈ રહેલી શિવસેનાએ પણ સ્વ. બાળ ઠાકરેની લોકપ્રિયતાને અંકે કરવાનો પેંતરો અજમાવી દીધો છે. બાળ ઠાકરે પર બનેલી ફિલ્મ ઠાકરેનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આમેય બાળ ઠાકરેનું જીવન અને વ્યકિતત્વ ખરેખર આકર્ષક હતું. અનેક ફિલ્મોમાં કેટલાક લોકોને ઠાકરે જેવા બતાડવાનો ભૂતકાળમાં પ્રયાસ થયો છે. બાળાસાહેબનું બેબાકપણું, બિન્ધાસ્ત વાત કરવાની કળા, માર્મિક શબ્દોથી લોકોને હસાવવાની સ્ટાઈલને લઈ બાળાસાહેબ સામાન્ય લોકોની ખૂબ જ નજીકના નેતાઓમાંના એક ગણાતા હતા. હવે એવો કરિશ્મા ઠાકરે પરિવારમાં કોઈ પાસે છે નહીં, આથી ફરથી પક્ષને મજબૂત કરવા સેનાએ આ ફિલ્મનો સહારો લીધો છે. આમ હવે રાજકીય લડાઈ માટે ફિલ્મી પડદાનો ઉપયોગ કરવાનો નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જાકે આ લખાય છે ત્યાં સુધી ઠાકરે ફિલ્મના ટ્રેલર લોન્ચ બાદ ફિલ્મ સેન્સર બોર્ડમાં અટકાવાઈ છે તેવા સમાચાર છે જ્યારે એÂક્સડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર સામે કાંગ્રેસે દેખાવ કર્યો છે.
જાકે સેન્સર બોર્ડ તો કેન્દ્ર સરકારને ઈશારે કામ કરે છે એટલે બંને ફિલ્મોમાં એવાં દૃશ્ય હશે કે જેમાં ભાજપને નુકસાન થઈ શકે તેવાં દૃશ્યો સો ટકા કાઢી નાખવામાં આવશે, આવું થશે એટલે કાંગ્રેસ અને શિવસેનાને પાછો મુદ્દો મળી જશે, જ્યારે ભાજપ આડકરતી રીતે ઊરી ફિલ્મ પર મદાર રાખીને બેઠું છે, ઊરી આમ તો રાજકીય ફિલ્મ નથી, પરંતુ જે રીતે ભાજપ આ ફિલ્મને અંદરખાને પ્રમોટ કરી રહી છે તે જાતાં એમ લાગી રહ્યું છે કે ભાજપને આ ફિલ્મ જલદી રિલીઝ થાય તેમાં રસ છે.
આમ સમાચાર ચેનલો દ્વારા ટીવીના પડદે, રસ્તાઓ પર અને અખબારોના માધ્યમથી જે રાજકારણીઓ તમારે માથે પડતા હતા એ હવે તમને સિનેમાઘરોમાં પણ પજવશે અને મનોરંજનના નામે પોતાના વિચારો તમારા પર ઠોકી બેસાડવાના પ્રયાસો કરશે એમાં કોઈ બેમત નથી. હવે જાવાનું એ છે કે આ રાજકારણીઓની ફિલમ ઊતરે છે કે નહીં?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



