આજના જમાનામાં ભારતમાં શિક્ષણ તંત્ર એટલું ભારે બની ગયું છે અને જીવનશૈલી એટલી ભારેખમ બની ગઇ છે કે બાળપણથી લઇને યુવાન થાય ત્યાં સુધી તો બાળકે પોતાનો બોજા ઉઠાવવો જ પડે છે પછી તેજિંદગીનો બોજા ઉઠાવે છે. પણ સાથે તેમના માતા-પિતા પણ તેમના પોતાના કરતા બાળકોના જીવન સંવારવા માટે વધારે સમય ખર્ચી નાંખે છે. જાકે, અહીં વાત એની નથી. બાળકો અને માતા-પિતાના વિચારો અને સંબંધોવિશેની વાત છે. બાળક સ્કૂલમાં પ્રવેશ કરે ત્યારથી જ તેના માટેની આશાઓના સપના આકાશને આંબવા લાગે છે. બાળકોની પ્રતિભા પારખવી આજે બહુ મુશ્કેલ બની ગઇ છે, કારણ કે તેના વિકાસ માટે બજારમાં એટલી વસ્તુઓ ઉપલબ્ધ થઇ ગઇ છે કે બાળકે દરેક પળે પોતાનો નિર્ણય બદલવો પડે છે. જ્યાં સુધી તે કંઇક સમજવા માંડે છે ત્યાં સુધીમાં તો તેના માટે નવી દિશા ખૂલી જાય છે. સ્કૂલના શિક્ષકો તેની અંદર કંઇક બીજું શોધે છે,જ્યારે ટીવી, ઇન્ટરનેટ અને માતા-પિતા તેમના વિચારોથી બાળકોને સલાહ આપે છે અને તેમના સંબંધીઓ, પાડોશીઓ તેને કંઇક બીજું જ શીખવે છે.
આવું એટલા માટે થાય છે કે માતા-પિતા બાળકોની કારકિર્દી ડિઝાઇન કરવામાં તેમની ભૂમિકા નિભાવવા ઇચ્છે છે. તેઓ બાળકોના અંતરજ્ઞાન અને સહજબુદ્ધિ પર વિશ્ર્વાસ કરવાને બદલે પોતાના મનનું વધારે સાંભળે છે. આને કારણે બાળકો પણ અસમંજસમાં પડી જાય છે કે શું કરવું.
એનું કારણ એ છે કે ભારતમાં બાળકોને માતા-પિતા પોતાની સંપતિ સમજે છે.આથી તેઓ તેમના પોતાના વિચારો અને બુદ્ધિથી તેમને ઢાળવાની કોશિશ કરે છે. બાળકોને તેમની બુદ્ધિથી જીવન જીવવા દેવાને બદલે તેઓ પોતાના અનુભવ અને જ્ઞાનના આધારે તેમને રસ્તો દેખાડવાની કોશિશમાં લાગ્યા રહેતા હોય છે.
બેંગલુરુના એક દંપતિએ તેમની પુત્રીને એÂન્જનિયરીંગમાં પ્રવેશ લેવાનું કહ્યું, પણ પુત્રીએ તેમનું ન માનીને એમબીએમાં પ્રવેશ લીધો. પહેલા તો દંપતિને આ વાતનું બહુ ખરાબ લાગ્યું, પણ કેટલાક સમય પછી તેમણે પોતાની પુત્રીની અંદર પોતાનાલક્ષ્ય માટે એજ ચાહત અને લગન જાઇ જે તેમને પોતાના વ્યવસાય માટે હતી. ત્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો. એ છોકરી ખુશકિસ્મત અને જાગરૂક હતી, જેણે પોતાના અભ્યાસ માટેપોતે નિર્ણય લેવાનું સાહસ કર્યું. પણ આપણા દેશમાં એવા માતા-પિતા મોટી સંખ્યામાં છે, જે બાળકોને ખોટા સાબિત કરવામાં પોતાની પૂરી તાકાત અને ઉંમર લગાવી દે છે. બાળકો સાચા પણ સાબિત થાય તો તેમની સાથે જવાને બદલે તેમના નિર્ણયોની સમીક્ષા કરવામાં જ જિંદગીને ઉલઝાવી રાખે છે.
આથી જ એ વાત બહુ જરૂરી છે કે બાળકો જે કરવા માગે તે તેમને કરવા દેવામાં આવે, જેની તેનામાં લગન હોય. અહીં લગન અને ગ્લેમરના અંતરને સમજવું જરૂરી છે. જેમ કે એક બાળકને લખવા, વાંચવાનો અને પોતાને અભિવ્યક્ત કરવાની ચાહત હોય તો તેના માટે મીડિયા સાચું ક્ષેત્ર છે. પણ તેને જા ટીવી એન્કર બનાવી દેવામાં આવે તો તે ગ્લેમર એટલે કે જીવનની ભવ્યતા માટે લીધેલો નિર્ણય કહેવાય. આમ, લગન અને ભવ્યતા વચ્ચેના અંતરની સમજ હોવી જાઇએ. બાળકોપર પોતાના વિચારા થોપીને નહીં, પણ તેમની પોતાની આવડત અને ઇચ્છા પર મૌલિક પગદંડી પસંદ કરવાનો અધિકાર આપવો જાઇએ.
જાણીતા ફિલ્મ નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગ જેને આપણે ‘જુરાસિક પાર્ક’ માટે યાદ કરીએ છીએ તેમના ભાષણમાં ઘણીવાર એક મજેદાર વાતનો ઉલ્લેખ થાય છે કે કોલેજ ખતમ કરતા મને ૩૭ વર્ષ લાગ્યા. જ્યારે તમે તમારા સપનાની પાછળ પાગલ, આશાભર્યા હોવ છો તો તમારી સાથે પણ આવું થઇ શકે છે. વાસ્તવમાંસ્પીલબર્ગજેવા કોલેજમાં પહોંચ્યા ત્યારે તેમને સ્ટુડિયોમાં તેમનુંમનપસંદ કામ મળી ગયું. તે સમયે તેમણે તેમના માતા-પિતાને વચન આપ્યું કે જા તેમની ફિલ્મી કારકિર્દી સારી નહીં ચાલે તો તે તેમનું ભણતર પૂરું કરવા કોલેજમાં પાછા ફરશે. સ્પીલબર્ગને સિનેમામાંથી જે મળ્યું તેના માટે હવે કંઇ કહેવાની જરૂર નથી. જાકે, તેમણે ફિલ્મો બનાવતા બનાવતા પણ પચાસ વર્ષપછી પણ કોલેજની ડિગ્રી તો મેળવી જ, કેમ કે તે તેમના માતા-પિતાને આપેલું વચન પૂરું કરવા માગતા હતા.
સ્પીલબર્ગ કહે છે, તમારું અંતર્જ્ઞાન, તમારા અંતરાત્માથી જુદું છે. અંતરાત્મા કહે છે, તમારે આ કામ કરવું જાઇએ, જ્યારે અંતર્જ્ઞાન કહે છે આ તે કામ છે જે તું કરી શકે છે. તમારે એ અવાજને સાંભળવો જાઇએ, જે કહે છે કે તમે આ કામ કરી શકો છો. આમ, દરેક માતા-પિતાએ એક વિચાર મનમાં દૃઢ કરી લેવો જાઇએ કે બાળકોપર પોતાના વિચારો થોપીને તેનો માર્ગ બનાવવાને બદલે તેમનો માર્ગ તેમને પોતે બનાવવા દો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



