લોકશાહીમાં બધાને પોતાની વાત સરકારને કહેવાનો મૂળભૂત અધિકાર છે સરકારે પણ પોતાના નાગરિકોની વાત સાંભળવી જાઈએ જ્યારે સરકાર સાંભળતી નથી ત્યારે આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની નોબત આવે છે રાજસ્થાનના ગુર્જરોએ પાંચ ટકા અનામત માટે ફરી એકવાર આંદોલન કરવાનુ હ્વેખ્તઙ્મી મૂકી દીધું છે પૂર્વ સેના કર્નલ કિરોડી સિંહ તેમના પ્રિય નેતા છે તેમણે રાજસ્થાન ની નવી સરકારને પહેલા અલ્ટીમેટમ આપ્યું પછી ધરણા પ્રદર્શન માટે દિલ્હી મુંબઇ ઉપર પોતાના સમર્થકો સાથે સાથે બેસી ગયા ગુર્જર સમાજે આપેલા અનામતને લઈને કેટલી વાર આ રીતે રેલવેના પાટા ઉપર બેસીને કેટલાય દિવસો સુધી ધરણા પ્રદર્શન કર્યા હતા અને તેનાથી લાખો રેલવે પ્રવાસીઓને હેરાન થવું પડ્યું હતું અત્યારે પણ રેલવે પાટા ઉપર રજ આંદોલન શરૂ થવાથી તેમાંથી પસાર થતી ગાડીઓ ઉપર અસર થઇ રહી છે કેટલી રેલગાડી રોકી દેવામાં આવી તો કિયાક તેને અન્ય રેલવેમાર્ગ થી ચલાવવામાં આવી રહી છે રાજસ્થાની સરકારે અનામત માટે આંદોલન કાર્યોને દિલ્હીનો રસ્તો બતાવ્યો છે છતાં પણ ગુર્જર અનામત આંદોલન જા રેલવે પાટા ઉપર જ પહેલાની જેમ જ ચાલતું રહેશે તો રેલ્વે સંપત્તિને નુકશાન થઇ શકે છે અને કાનૂન વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ શકે છે
અનામત આંદોલન હોય કે કિસાન આંદોલન હોય કોઈ રાજ્યને વિશેષ માનતા તેને વધારે નાણાં આપવાની માગણી હોય તો તમામ લોકોથી જાડાયેલી બધી સમસ્યાઓ નો હેતુ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા માટે ભારતની રાજધાની દિલ્હીમાં જંતર-મંતર નામની જગ્યા પર કોઈ પણ નાગરિક પોતાની યોગ્ય માગણીઓને લઈને કોઈપણ સમયે ધરણા પ્રદર્શન કરી શકે છે તેમાં કોઈ અટકાવતું નથી અને અન્ય લોકોને પણ મુશ્કેલી ગોઠવી નથી પડતી તે સ્થળ સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા એક સ્થળ છે અને તેમના નેતા કિરોડીસિંહ રેલવે પાટા ને છોડીને જંતર મંતર ની તરફ ફરે અને ઈચ્છા હોય તેટલા દિવસો સુધી ધરણા પ્રદર્શન કરે કોઈને આ માટે કોઈ આપતી નથી પરંતુ પોતાની માંગને લઈને બીજાઓને વગર કારણે મુશ્કેલીમાં મુકવા એ કોઈ લોકશાહીનો ઉપાય નથી અત્યારે તો રેલવે પાટા પર આંદોલન શરૂ થયું છે અને તે કેટલાય દિવસો સુધી ચાલવાના આશા જાતા રેલવે પાટા પરથી પસાર થનારી તમામ ગાડીઓ ને અસર થશે રેલગાડી ઓ ને બીજા ઉપરથી લઈ જવાથી સમય અને અંતર વધશે અને લાખો પ્રવાસીઓને પણ આ આંદોલનથી પરેશાન થવું પડશે જે ખરેખર યોગ્ય નથી
મામલો ફક્ત ગુર્જર આંદોલનનો નથી કોઈ પણ આંદોલન ના કારણે આખરે તો અન્ય નિર્દોષ લોકોને પરેશાની ભોગવવી પડે છે આંદોલન કોઈ રાજ્ય ની સામે હોય કેન્દ્ર સરકાર ની સામે હોય તેને માટે પણ યોગ્ય આયોજન હોવું જાઈએ કે જેથી કોઈ નિર્દોષ નાગરિક પરેશાન ન થાય તેના રોજના જીવન પર આંદોલનની કોઈ અસર થવી ન જાઈએ જે રીતે દિલ્હીમાં જંતરમંતર ની જગ્યા કરવામાં આવી છે બધા રાજ્યોની રાજધાની આવી જગ્યા નક્કી કરવામાં આવે અને કોઈને પણ સરકાર કે તંત્ર સામે લોકશાહી રીતથી ધરણા પ્રદર્શન કરવા હોય તો ત્યાં બેસીને કરે પરંતુ નિર્દોષોને પરેશાન કરી સરકાર ઉપર દબાણ લાવવા માટે રેલવેના પાટા નો ઉપયોગ કદી પણ યોગ્ય નથી રેલગાડી આવી જઈ શકે એટલા માટે ગુર્જર સમાજ કે કોઈ પણ સમાજ અને ખાસ કરીને ગુર્જરોનું આંદોલન કેન્દ્ર સરકારની વિરુદ્ધ છે તો કિરોડીસિંહ પોતાના સમાજને લઈને ચલો દિલ્હી નો નારો આપે ઐતિહાસિક જંતર મંતર સ્વાગત કરવા માટે ઉત્સુક છે ઓને બહુ મુશ્કેલીથી વડાપ્રધાન મોદીએ સોચ ક્રિયા કરાવ્યા છે તો તેને આંદોલન પણ કરે અને તેની શુભ શરૂઆત ગુર્જર સમાજ થી થાય…..!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



