અલ્હાબાદ હાઇકોર્ટનો નિર્દેશ
પ્રયાગરાજ,તા.૯
સમાચાર અને ટીવી પર સ્નાન કરતી મહિલાઓના ફોટોગ્રાફ દર્શાવવા પર અલ્હાબાદ હાઇકોર્ટે આજે મેળા અધિકારીને કડક ભાષામાં ઠપકો આપ્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, આવું કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવે. આ મામલે ૫ એપ્રિલના રોજ આગામી સુનવણી થશે. વકીલ અસીમ કુમારની અરજી પર જસ્ટિસ પીકેએસ બઘેલ અને પંકજ ભાટીયાની પેનલે સુનવણી કરી. કોર્ટે મેળા અધિકારીને પુછ્યું, જ્યારે સ્નાન ઘાટથી ૧૦૦ મીટરના ક્ષેત્રમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે, તો પણ આવું કેમ થઇ રહ્યું છે? આ પ્રતિબંધનું સખત પાલન કરાવો.
પ્રશાસને ૧૦૦૦થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી આખા ક્ષેત્રનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આખા વિસ્તાર પર નજર રાખવા માટે ૪૦ સર્વેલન્સ ટાવરનું નિર્માણ કર્યુ છે. મેળામાં રાજ્ય પોલીસ ફોર્સ, પીએસી અને કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સના અંદાજિત ૨૨,૦૦૦ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ઇમરજન્સીને પહોંચી વળવા માટે આખા મેળા ક્ષેત્રમાં ૪૦ પોલીસ ચોકી, ૩ મહિલા પોલીસ ચોકી અને ૬૦ પોલીસ ચોકીઓની સ્થાપના કરવામાં આવી છે. આ સિવાય ૪ પોલીસ લાઇન પણ બનાવવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





