નાગરિકત્વ ખરડાનો અમલ કરાવવાની જીદ ભાજપ કરશે તો નુકસાન થવાની શક્યતા પૂરેપૂરી..!!?

0
21

નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા ત્યારથી જ ભાજપે એકસૂત્રી એજન્ડા બનાવ્યો હતો અને એ હતો કાંગ્રેસ-મુક્ત ભારત…એની શરૂઆત ઇશાનનાં રાજ્યોથી. ઇશાનનાં રાજ્યો કાંગ્રેસના ગઢ ગણાતા. કાંગ્રેસમાં રાહુલ ગાંધીથી નારાજ હેમંત બિશ્ર્વ શર્મા નામનો ચાણકીય અમિત શાહને ભટકાયો. ધીરે-ધીરે ભાજપે ઇશાનમાંથી કાંગ્રેસના એકાધિકારનો અંત લાવવા માંડ્યો. ૨૦૧૮માં સુધીમાં એનો આખર આવી પણ ગયો. જાકે છેક લોકસભાની ચૂંટણી આવી ત્યારે નાગરિકત્વ ખરડાની બબાલ થઇ. મોદી કોઇ પણ હિસાબે આ ખરડાનો અમલ કરાવવા મક્કમ છે જ્યારે સામે ઇશાનનાં રાજ્યોમાં આની સામે જબરી બબાલ ઊભી થઇ ગઇ. આસામમાં ભાજપના સાથી આસામ ગણ પરિષદે તેનો સાથ છોડ્યો. મેઘાલયમાં ડેમોક્રેટિક એલાયન્સ, નાગાલૅન્ડમાં પણ શાસક ડેમોક્રેટિક એલાયન્સ અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ ભાજપ સાથેનો છેડો ફાડવા તૈયાર છે. જો આવું થયું તો ભાજપનું વહાણ ખરાબે ચડી જાય એમ છે. આમ છતાં તાજેતરમાં ડિસેમ્બરમાં આસામમાં પંચાયતની ચૂંટણી યોજાઇ હતી અને એ દરમિયાન નાગરિકત્વ ખરડાની બબાલ ચાલી જ રહી હતી અને એ વખતનાં પરિણામોમાં ભાજપ પર જરીકે અસર નહોતી દેખાઇ. કદાચ આને કારણે જ ભાજપ કોઇ પણ હિસાબે આ ખરડો પસાર કરવાનો નિર્ધાર કરી બેઠો છે.
લોકસભામાં મંજૂર કરાયેલા નાગરિકત્વ ખરડાનો વિરોધ શિવસેના પણ કરી રહી છે પણ ભાજપ કોઇનુંય સાંભળવા તૈયાર નથી. નાગરિકત્વ ખરડા મુજબ પડોશી દેશો બંગલાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અત્યાચારનો સામનો કરીને ભારત આવેલા છ ધર્મ – હિંદુ, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન અને શીખ-ના સ્થળાંતરીઓ પાસે યોગ્ય દસ્તાવેજા ન હોય તોય નાગરિકત્વ આપવાની વાત થઇ છે. આના માટે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ની તારીખ નક્કી થઇ હતી. આનો સૌથી વધુ ફાયદો બંગલાદેશથી અહીં આવેલા હિંદુઓને થશે. જાકે આ બાબતનો આસામ સિવાયના રાજ્યોમાં કોઇને ખાસ વાંધો નથી. જે વાંધો છે એ છે આમાંથી મુસ્લિમોની બાકાતી. મુસ્લિમોને નાગરિકત્વ ધારામાંથી બહાર રાખવામાં આવ્યા છે. ઇનફેક્ટ પાકિસ્તાનમાં પીડનનો સામનો કરનાર શિયા કે અહમદિયા મુસ્લિમોને પણ સમાવી લેવામાં નથી આવ્યા. પરિણામે એવા આક્ષેપો થઇ રહ્યા છે કે પીડિત સ્થળાંતરીઓને નાગરિકત્વ આપવાના ખરડાના મૂળ હેતુનો બર નથી આવી રહ્યો.
જાકે આમાં સરકારનો વિરોધ કરવાની કાંઇ જરૂર નથી, કારણકે જો બંગલાદેશમાંથી નાસીને કે ઘૂસીને ભારત આવેલા મુસ્લિમોને નાગરિકત્વ આપવામાં આવે તો શું બેહાલ થાય એ આપણે જાણીએ જ છીએ. આ ખરડો પસાર કરાવવાનો મૂળ હેતુ ૧૯૭૨માં પાકિસ્તાનના ભાગલા પછી બંગલાદેશથી ભારત નાસી આવેલા હિંદુઓને નાગરિકત્વ આપવાનો છે. આના માટે રાજીવ ગાંધીએ આસામ એકાર્ડ કર્યો હતો. એના મુજબ ૨૪ માર્ચ, ૧૯૭૧ની કટ-આૅફ્ફ તારીખ રાખવામાં આવી હતી. એના જ અનુસંધાનમાં અત્યારે નેશનલ રજિસ્ટ્ર આૅફ સિટિઝન્સનું કામ સર્વોચ્ચ અદાલતની નિગરાની હેઠળ ચાલી રહ્યું  છે. જોકે બંગલાદેશથી અહીં આવેલા હિંદુઓ નાગરિકત્વ મળશે એવી આશાએ અત્યાર સુધી કાંગ્રેસની પડખે હતા પણ કાંગ્રેસે કાંઇ ઉકાળ્યું નહીં. આથી જ ૨૦૧૪માં ભાજપે ચૂંટણી જીતવા નાગરિકત્વ ખરડાને પસાર કરાવવાનું વચન આપ્યું ત્યારે તેમને ભાજપમાં મસિહા દેખાયો. બંગલાદેશી હિંદુઓએ કાંગ્રેસને પડતી મૂકીને ભાજપનો પાલવ ઝાલ્યો. ભાજપને પણ એનો ફાયદો છેક હમણાં પંચાયત ચૂંટણીમાં પણ થયો. આથી જ ભાજપ પૂરા આત્મવિશ્ર્વાસ સાથે નાગરિકત્વ ખરડો પસાર કરાવવા જાર લગાવી રહ્યો છે. આમાં તેને ચૂંટણીમાં કદાચ લેવાના દેવા પડી શકે.
આનું મુખ્ય કારણ એટલું જ કે આસામ સિવાયના ઇશાનનાં રાજ્યોમાં નાગરિકત્વ ખરડાને લીધે ચૂંટણીમાં ભાજપને નુકસાન થશે. ભાજપમાંય અત્યારે એવો જબરજસ્ત પ્રચાર થઇ રહ્યો છે કે જા નાગરિકત્વ ખરડો અમલમાં આવ્યો તો બંગલાદેશથી બે કરોડ હિંદુઓ આસામભેગા થઇ જશે. ભાજપ એવો પ્રચાર કરે છે કે અત્યારે જે હિંદુઓ આસામમાં છે તેમને નાગરિકત્વ મળશે તો રાજ્યમાં ભરાઇ બેઠેલા મુસ્લિમ ઘૂસણખોરો સામે રક્ષા મળશે. અલબત્ત, આસામની મૂળ જતિ પ્રજાને આ વાતની ઝાળ લાગી છે. તેમનું કહેવું છે કે અમારે અમારી રક્ષા માટે કંઇ બંગલાદેશી હિંદુઓની જરૂર નથી. જતિ સમુદાયની ખુમારીને અહંકાર ન ગણી લેવો. આ એ જ સમુદાય છે જેમણે પોતાના વતનની સલામતી માટે એક કે બે વાર નહીં પણ ૧૬-૧૬ વાર મુગલોને મારી હટાવ્યા હતા. બીજું કારણ એ છે કે નાગરિકત્વ ખરડાને લીધે એનઆરસી પ્રક્રિયા અને આસામ એકાર્ડનો ભંગ થશે. આનો અંદેશો સુપ્રીમ કાર્ટને પણ આવી ગયો છે. આથી જ થોડા સમય પહેલાં જ અદાલત બરાબરની કેન્દ્ર સરકાર પર ભડકી હતી. આ વાતની સ્પષ્ટ કર્યા વિના તેણે સરકારનો ઊધડો લઇ નાખ્યો હતો અને કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ઊભા ઊભા સફાઇ કરી હતી કે એનઆરસીની વિરુદ્ધ નથી કેન્દ્ર સરકાર. આ આખી પરિસ્થિતિમાં જો ચૂંટણી પહેલાં નાગરિકત્વ ખરડાનો અમલ કરાવવાની જીદ ભાજપ કરશે તો તેને નુકસાન થાય એવી પૂરેપૂરી શકીયતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY