મોદી સાહેબ, તમારા મંત્રીઓ નથી ઈચ્છતા કે તમે ફરી વડાપ્રધાન બનો….!!

0
4

લોકસભા ચૂંટણીઓ જાહેર થતા પહેલા મોદી સરકારના કેટલાક મંત્રીઓની કડવી વાતો હતી. ચૂંટણીઓ જાહેર થયા પછી અને કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીના પ્રવેશ પછી મોદી સરકારના કેટલાક મંત્રીઓએ માનો નક્કી કરી લીધું છે કે તેઓ ફરીથી વડાપ્રધાનના રૂપમાં નહીં પરંતુ વિરોધ પક્ષના નેતાના રૂપમાં જાવાનું ચાહે છે કે શુ…..? એક મંત્રી છે મહેશ શર્મા. કહેવા માટે તો મંત્રીજીને વડાપ્રધાને સંસ્કૃતિ મંત્રાલયની જવાબદારી સોંપી હતી. પરંતુ પ્રિયંકા ગાંધી અંગે સંસ્કૃતિ મંત્રીજીએ જે નિવેદન કર્યું છે તે ક્્યારેય પણ યોગ્ય નથી. એવું લાગે છે કે મહેશ શર્મા, સાક્ષી મહારાજ, નીતિન ગડકરી વગેરે એવા પ્રયત્નોમા લાગ્યા છે કે જે બોલ ૨૦૧૪માં અને તેની પહેલા કોંગ્રેસે મોદીની વિરુદ્ધ મોરચો ખોલીને મોદીને રાજકીય લાભ પહોંચાડ્યો એ જ રીતે હવે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ની વિરુદ્ધ અનાપશનાપ બેફામ બોલીને તેમને રાજકીય લાભ પહોંચાડવાના પ્રયત્નોમાં લાગ્યા છે. ચાહે આ અપમાનનો જવાબ પ્રિયંકા કે રાહુલ ન આપે પરંતુ મતદાતા તો બધું જાઈ રહ્યા છે. કે પ્રિયંકા ને તેના ભાઈ રાહુલની પપ્પી બોલવાનો શું મતલબ નીકળે છે. મહેશ શર્માએ સંસ્કૃતિ મંત્રાલય ના મંત્રી હોવા છતાં શું કામ કર્યું હશે એ જાણવામાં પણ મતદાતાઓને દિલચશ્પી હશે તેમના ખોટા અસભ્ય બોલ બોલ્યા પછી.
મોદીજીને મોત કા સોદાગર થી લઈને ન જાણે શું શું કહેવાયું અને તેનો રાજકીય લાભ મોદીને મળ્યો. પ્રિયંકા અંગે આટલો નીચતા ભર્યા શબ્દો બોલવા. તે મોત કે સોદાગર થી પણ મોટો જ છે. અસલમાં મંત્રી મહેશ શર્મા ભાઈ બહેનના પવિત્ર સંબંધને બદનામ કરવાના પ્રયત્નો કર્યા છે. શું તેમને ખબર નથી કે પપ્પી નો શું મતલબ શુ છે…..? સવાલ પ્રિયંકાનો નથી સવાલ મહિલાઓના સન્માનનો, મહિલાઓના ગૌરવનો છે. મમતા બેનરજી અંગે પણ આવું જ કહ્યુ હતું, માયાવતી અંગે પણ મંત્રીના ખરાબ હલકા બોલ. પરંતુ ભાજપનુ નેતૃત્વ મૌન, મોદી સરકારના મહિલા મંત્રીઓ પણ મૌન. તેમનુ મૌન બતાવે છે કે તેઓ પણ મંત્રીના હલકી કક્ષાના બોલને સમર્થન આપી રહ્યા છે કે શું…..?
ચૂંટણીઓ આવશે, ચુંટણીઓ જતી રહેશે. પરંતુ ભારત સરકારના આવા મંત્રીઓના ખરાબ શબ્દો ઇતિહાસમાં કાળા અક્ષરમાં છપાઈ ગયા.જે આવનારી પેઢીના લોકો વાંચશે તો આવા મંત્રીઓ અંગે શું વિચારશે તેની ચિંતા ભાજપાએ કરવી જાઈએ. બાકી તો ચુટણીનું મેદાન ખુલ્લું છે. જે કહેવું છે, જે કરવું છે તે કરો. દેશના સામાન્ય મતદાતા એક પરિવારથી આવે છે. આ મતદાતા એ પણ વિચારશે કે આ કેવી પાર્ટી છે. કે જેના એક મંત્રી એક સગુ બહેનને તેના ભાઈની પપ્પી બતાવે છે તો તેમની અને તેમના પક્ષના વિચાર કિયા સ્તરના હશે….? મંત્રી મહેશજી હમણાજ ૮ માર્ચેજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મોદી સરકારે મનાવ્યો. રાષ્ટÙપતિ સહિત બધાએ મહિલા સન્માનની વાતો જારશોરથી કરી તમે પણ મહિલા શÂક્તની સરાહના કરી હશે. ૮ માર્ચ શુ ગઈ અને મહિલા સન્માન થી પણ ગયા. માફ કરજા મેરા નયા ભારત ઇસકે લિયે કતઈ તૈયાર નહિ…..!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY