દેશમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓને અનુસંધાને સત્તાધારી ભાજપ દ્વારા વિરોધ પક્ષના મહાગઠબંધનની વિવિધ રીતે ટીકાઓ કરવામાં આવી હતી અને તેમાં પણ કેટલાક નેતાઓએ નીચલી કક્ષાની ભાષામાં ટીકા કરી હતી. જે પૈકી યુપીમાં સપા-બસપાએ કરેલા ગઠબંધનને લઇને ભાજપામાં ભારે અકળામણ વ્યાપી ગઈ હતી જે માટે કેટલાક નેતાઓએ હલકી કક્ષાના શબ્દોથી ટીકા કરી હતી અને દેશમાં જેની સ્લેટ તદ્દન કોરી છે, જેને કોઈપણ દાગ લાગ્યો નથી તેવા પ્રિયંકા ગાંધી વાડ્રાના કોંગ્રેસમાં પ્રવેશથી ભાજપાના અનેક નેતાઓ ઘાઘા થઈ અકળાઈ ગયા હતા ઉપરાંત યુપીમાં જે રીતે પ્રજાજનોએ તેમનું ઠેરઠેર સ્વાગત કરવા સાથે રેલીમાં જાડાતા ગયા હતા અને ભવ્ય રેલી બની હતી તે જાઈને ભાજપામા રીતસર હડકંપ મચી ગઈ હતી. જાકે સેનાના જવાનોની સર્જીકલ સ્ટાઈકને કારણે ભાજપાને રાહત મળી કારણ દેશભરના લોકોમાં ૪૪ જવાનોની શહીદીનો બદલો લેવા પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠયો હતો. જેનાથી ભાજપા અને તેની સરકારમાં ઉત્સાહની હેલી ઉપડી ગઈ હતી.અને વડા પ્રધાને તેમના કાર્યક્રમો ચાલુ રાખ્યા હતા જ્યારે વિરોધ પક્ષોએ પોતાના તમામ કાર્યક્રમો મુલતવી દીધા હતા. બીજી તરફ દેશ વિદેશના માધ્યમોના સમાચારોએ તેમજ વિપક્ષના નિવેદનોએ દેશભરના લોકોમાં શંકા કુશંકા ઉભી થઈ જવા પામી હતી. તે સાથે આતંકવાદીઓના હુમલા યથાવત રહેવા ઉપરાંત આતંકી હુમલાઓ યથાવત ચાલુ રહેતા આપણા વધુ જવાનો શહીદ થતાં લોકોમાં જે બદલાની ભાવનાનો દાવાનળ લાગ્યો હતો તે ધીરી ગતિએ ઓસરવારવા લાગ્યો હતો. અને લોકોમાં પણ જવાનોનીની શહિદી એ ચૂંટણી જીતવાનો સ્ટન્ટ થયો હોવાની શંકા કુશંકાઓ વ્યાપી જવા પામી હતી અને ભાજપા માટે લોકોમા અવિશ્વાસ ફરી વળ્યો હતો. આ બધા કારણો જાણીને ભાજપા પણ સમજી ગયું હતું કે સત્તા મેળવવા માટે અન્ય પક્ષોની સાથે ગઠ બંધન કરવુ જરૂરી છે અને ભાજપાએ ગઠબંધનની શરૂઆત કરી ૩૦ ઉપરાંત નાના મોટા પક્ષો સાથે ચૂંટણી જીતવા ગઠબંધન કરવું પડ્યું.
ગત ચૂંટણીમાં એટલે કે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આપેલા વાયદાઓનું ભાજપા સત્તા ઉપર સ્પષ્ટ બહુમતીથી આવ્યા બાદ પાલન જ કર્યું નથી અને લોકોની આશા-અપેક્ષા પૂરી ન થતાં લોકો વધુ શંકાથી ભાજપ અને તેની નેતાગમને જાવા લાગ્યા છે. પરિણામે ચૂંટણીમાં હારના ડરથી તેમજ એનકેન પ્રકારે સત્તા મેળવવા ભાજપાએ કે તેની આકરામાં આકરી ટીકા કરતા કે હરહંમેશ જાહેરમા સરકારની તેમજ તેના નેતાઓની ટીકા કરતા નાના-નાના પક્ષના ઘૂંટણિયે પડીને મનાવી લીધા અને ૩૦ ઉપરાંત પક્ષો સાથે ગઠબંધન કરવું પડ્યું ત્યારે આવા ગઠબંધનને શું કહીશું….?
લોકો પણ હવે શાણા થઇ ગયા છે. સમસમીને બેઠા છે, અને તકની રાહ જાઈ રહ્યા છે. કારણકે મધ્યમ વર્ગ, મજુર વર્ગ,ગરીબ વર્ગને રાધણ ગેસ સીલીન્ડરમા જે સબસીડી મળતી હતી તે ધીરે-ધીરે સંપૂર્ણ નાબૂદ કરી દીધી.જે ગેસ સિલિન્ડર ૪૦૦માં મળતો હતો તેની કિમત ૮૦૦ સુધી પહોંચી ગઈ. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપાએ મોંઘવારી ઘટાડવાની, ભ્રષ્ટાચાર નાબૂદીની, વિદેશથી કાળા નાણા પાછા લાવવાની, યુવાનોને બે કરોડ નોકરીઓ આપવાની, ખેડૂતોની આવક બમણી કરવાની, મધ્યમવર્ગને મોંઘવારીમાં થી રાહત આપવાની, મોંઘવારી દૂર કરવાની મહિલાઓ પરના દુષ્કર્મ રોકવાની, દરેકના ખાતામાં ૧૫ લાખ જમા થશે, ગુજરાતી પેટ્રોલ ડીઝલ ગેસના ભાવો ઓછા કરીશું, ડોલર અને રૂપિયો બરાબર મૂલ્યનો કરીશું, ગંગા સફાઈ થશે, રામ મંદિરનું નિર્માણ થશે, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરીશું જેવા અનેક વાયદા કર્યા હતા પરંતુ બન્યું તેનાથી ઊલટું જેની સીધી અસર રસોડા ઉપર થઈ અને ગૃહિણીઓ અને સામાન્ય પરિવારોને આ બાબત અસર કરી ગઈ છે જ્યારે જીએસટીમાં પેટ્રોલ-ડીઝલના લાવવાની વાત હવા થઈ ગઈ છે. નોટબંધીને કારણે સામાન્ય લોકો પરેશાન થઈ ગયા તે વાત આજે પણ લોકો ભૂલ્યા નથી. અનેક નાના-મોટા ક્ષેત્રના એકમો બંધ થઈ જવાને કારણે બેરોજગારીમાં પણ બેહદ વધારો થઈ ગયો છે. નોકરી આપવાની વાત હતી અને શિક્ષિત યુવા વર્ગને એક વિશ્વાસ હતો કે સરકારી નોકરી મળશે પરંતુ નોકરી મળતી નથી. જ્યારે સરકારી ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી કરવાની જાહેરાતો થઇ અનેક શિક્ષિત બેરોજગારોએ તે માટેના ફોર્મ ભર્યા કે અરજી કરી જેની પાછળ ખર્ચ કર્યો, તો કેટલીક ભરતી માટેના ઈન્ટરવ્યૂ લેવાઈ ગયા જેને લાંબો સમય થઈ ગયો પરંતુ નોકરીના ઠેકાણે લગાડવામાં આવ્યા નથી. જેનો આક્રોશ પણ લોકોમાં છે. ત્યારે હવેની લોકસભાની ચૂંટણી જીતવા માટે નાના નાના પક્ષોને મનાવીને સાથે લીધા. ઉપરાંત જ્ઞાતિ-જાતિના સ્તર સુધી ઉમેદવારો પસંદગી કરવા તરફ જવું પડ્યું છે. જેને લોકો પણ સમજી ગયા છે પરંતુ હવે લોકોને ગુમરાહ કરી શકાય તેવું નથી ઉપરાંત મતદારો શાણા બની ગયા છે દરેકને સાંભળી લે છે પરંતુ તક મળતાજ એક દિવસનો રાજા મતદાર હીસાબ ચુકતે કરશે તે નક્કી છે…
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




