ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ અને ગામડાં વિરોધી નીતિના કારણે આખા ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. ૨૦૦૧થી ૨૦૧૧ વર્ષના ભાજપના શાસનમાં ૨૦૦૦ સુધીની વસતી ધરાવતાં ૧૦૦૯ ગામ તૂટીને ભૂત બની ગયા છે. આ રફતાર હજુ ચાલુ છે. તેથી ૨૦૨૧ સુધી ભાજપનું શાસન રહેવાનું છે ત્યાં સુધીમાં બીજા ૧૦૦૦ ગામ તૂટી જશે. આમ ૨૦ વર્ષના શાસનમાં ૨૦૦૦ ગામ નેસ્તનાબૂદ થઈ ગયા છે.
૨૦૦૧માં ૧૨૯૪૨ ગામો હતા જે ૨૦૧૧માં ૧૦૦૯ ગામ ઘટીને ૧૧૯૩૩ ગામ થઈ ગયા હતા. ૨૦૨૧માં ભાજપની રૂપાણી સરકારનું શાસન પૂરું થશે ત્યાં સુધીમાં બીજા એટલા જ ગામને તાળું વાગી જતાં ગુજરાતમાં ઓછી વસતી ધરાવતાં ૧૦૯૦૦ ગામ થઈ જશે. આમ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના બદલે ગામડાંઓ ભાંગી જાય એવી નીતિ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને હાલના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અપનાવી છે.
ગામ તૂટવાનું કારણ શું
નજીકના મોટા ગામડામાં લોકો હિજરત કરી રહ્યાં છે. જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી આખા ગામ ખાલી થઈ ગયા હોય અને ત્યાં માણસો રહેતા ન હોય એવા ૨૦૦ ગામ છે. અને ૨૦૦ માણસોથી નીચે રહેતાં હોય એવા ૫૬૮ ગામડાઓ છે. ભાજપ સરકાર આવી ત્યાં સુધી ગામડાઓની સંખ્યા વધી રહી હતી. હવે ઘટી છે. લોકો હિજરત કરીને ગામ ખાલી કરીને જતાં રહ્યાં છે. આ અત્યંત ગંભીર બાબત માનવામાં આવે છે.
૨૦૦થી ઓછી વસતી ધરાવતાં ૨૫ ટકા નાના ગામ તૂટી ગયા
ગુજરાત બન્યું ત્યારે ૨૦૦ માણસોથી ઓછી વસતી ધરાવતાં હોય એવા ૨૦૦૦ ગામ હતા જે હવે નજીકના ભવિષ્યમાં ૧૦૦ની અંદર થઈ જશે. જે બતાવે છે કે ગામડામાં વિકાસ થયો નથી પણ વિકાસ બંધ થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં સરકાર સુરક્ષા, સવલત અને ખેતીને સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે. એક સમય હતો કે નાના ગામ વધું હતા. ઈ.સ.૨૦૦૧માં ૭૬૮ ગામ હતા. ઈ.સ.૨૦૧૧માં ૨૦૦ લોકો રહેતા હોય એવા ૫૭૬ ગામ હતા. આમ ૧૦ વર્ષમાં ૧૯૨ ગામ ખાલી કરીને લોકો હિજરત કરી ગયા હતા. ૧૦ વર્ષમાં ૨૫ ટકા ગામો તૂટી ગયા છે. ૨૦૨૧ સુધીમાં ૨૦૦ લોકોની વસતી ધરાવતાં હોય એવા ગામની સંખ્યા ૧૦૦ની અંદર જતી રહેશે.
૫૦૦ની વસતી ધરાવતાં ગામડાંઓ
૨૦૦થી ૪૯૯ સુધી વસતી હોય એવા ગામ ૨૦૦૧માં ૨૨૯૭ હતા જે ૨૦૧૧માં ઘટીને ૧૯૦૦ થઈ ગયા છે. ૩૯૭ ગામડાં તૂટી ગયા છે. જે ૧૭.૨૮ ટકા ઘટાડો બતાવે છે. આ હિસાબે વર્ષ ૨૦૨૧ સુધીમાં બીજા ૩૫૦ ગામોના લોકોએ હિજરત કરી હશે. ગુજરાત અલગ થયું ત્યારે ૪૩૫૨ ગામ હતા હવે તે ૨૦૨૧ સુધીમાં ૧૫૦૦ થઈ જશે. આમ તમામ રાજકીય પક્ષો નાના ગામડાંનું ધ્યાન રાખવામાં સદંતર નિષ્ફળ ગયા છે.
એક હજાર વસતી ધરાવતાં ગામોની ખરાબ હાલત
૫૦૦થી ૯૯૯ લોકોની વસતી ધરાવતાં હોય એવા ગામો ઈ.સ.૨૦૦૧માં ૪૨૬૨ ગામ હતા. જે ઘટીને ૨૦૧૧માં ૩૮૯૧ થઈ ગયા છે. ૩૭૧ ગામ ઓછા થયા છે. ૨૦૨૧માં તે ઘટીને ૩૫૦૦ની આસપાસ રહેશે. આમ ભાજપ સરકારમાં ૭૬૦ની આસપાસ ગામો તૂટી પડ્યા છે. જા ત્યાં વિકાસ થયો હોત તો આવું ન થયું હોત.
૨૦૦૦ માણસોની વસતીના મોટા ગામોની ખરાબ હાલત
૧૦૦૦થી ૧૯૯૯ લોકોની વસતી હોય એવા ગામ ઘટ્યા છે. ૧૯૯૧માં ૫૪૩૨ ગામ હતા જેમાં વધારો થઈને ૨૦૦૧ સુધીમાં ૫૬૧૫ ગામ થયા હતા. જે ૧૦ વર્ષમાં ૧૮૫ ગામ વધ્યા હતા. પણ ભાજપની સરકાર આવતાં જ તે ઘટીને ૫૫૬૬ થઈ ગયા હતા જે ૧૩૪ ઘટી ગયા હતા. ૨૦૨૧ સુધીમાં ૫૪૦૦ ગામ રહે એવી સંભાવના છે. આમ અહીં કિયાય વિકાસ દેખાતો નથી. કોઈ માણસને સ્થાનિક રોજગારી અને સલામતી મળી રહેતી હોય તો તે પોતાનું વતન છોડે નહીં. તે પ્રગતિ શોધવા નજીકના મોટા ગામ કે શહેર તરફ હિજરત કરે છે. આવું જ સમગ્ર ગુજરાતમાં થયું છે.
મોટા ગામ વધી ગયા
૨૦૦૦થી ૪૯૯૯ સુધીની વસતી ધરાવતાં ગામો ૨૦૦૧માં ૪૧૫૪ હતા જે વધીને ૨૦૧૧માં ૪૭૮૨ થયા હતા. ૨૦૨૧માં વધીને ૫૦૦૦ સુધી થઈ જશે. આવું જ ૫૦૦૦થી વધુ વસતી ધરાવતાં ગામોમાં થયું છે. ૨૦૦૧માં ૯૬૦ ગામ હતા તે વધીને ૨૦૧૧માં ૧૧૨૯ થયા હતા. ૨૦૨૧માં તે ૧૫૦૦ની પાર થઈ જશે. તેનો સીધો મતલબ એ થયો કે લોકો રોજગારી, સલામતી અને સુવિધા મેળવવા માટે નજીકના મોટા ગામ કે શહેર તરફ દોટ મૂકી રહ્યાં છે.
૧થી ૫૦૦૦ની વસતી ધરાવતાં કૂલ ગામનું ચિત્ર
૨૦૦થી ઓછા અને ૫,૦૦૦ સુધીની વસતી ધરાવતાં ગામો ૧૯૯૧માં ૧૮૦૨૮ હતા. ૨૦૦૧માં તે વધીને ૧૮૦૫૬ ગામડાં થઈ ગયા હતા. ૧૯૯૧થી ૨૦૦૧ સુધીના ૧૦ વર્ષમાં ૨૮ ગામનો વધારો થયો હતો. ત્યાં સુધી લોકો ખેતી કરવા માટે તૈયાર હતા. પણ પછી નાના ગામડાં ભાંગવા લાગ્યા છે. તે ૨૦૧૧માં ઘટીને ૧૭૮૪૪ થઈ ગયા છે. તે હિસાબે ૨૦૨૧ સુધીમાં ગુજરાતના ગામડાઓની સંખ્યા ૨૦ હજારની આસપાસ થવી જાઈતી હતી તેના બદલે ૧૭૫૦૦ થઈ જશે. આ વિગતો એવું સ્પષ્ટ કહે છે કે, ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂતોનો વિકાસ થયો છે એવો દાવો ખોટો ઠરે છે. જા વિકાસ થયો હોત અને સુવિધા, રોજગારી અને સલામતી વધી હોત તો ગામડાઓ મોટા થયા હોત અને સંખ્યા વધી હોત.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



