રાજપીપળામાં બનેલું સરકારી અતિથિ ગૃહ ફરી વિવાદમાં આવ્યુ

0
67

બાંધકામ નો તમામ સમાન બાજુના ખેતરમાં નાખતા ખેતર માલિકે કરી નીતિન પટેલ ને ફરિયાદ

જે અતિથિ ગૃહ હાલ બન્યું છે તે જમીન હાલ વિવાદ માં છે : મૂળ માલિકે વળતર ન મળ્યું હોવાથી આદિજાતિ આયોગ માં ફરિયાદ કરી છે

આ જમીન ના મૂળ માલિકે અતિથિ ગૃહના લોકાર્પણ સમયે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આવ્યાના સમયે આત્મવિલોપનની કોશિશ કરતા તંત્રમાં દોડધામ થઈ હતી

રાજપીપળા : ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજપીપળા ખાતે 6.77 કરોડના ખર્ચે અતિથિ ગૃહનું નિર્માણ કરાયું છે.જેનું લોકાર્પણ ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ના હસ્તે ગત 30 મી ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું, હજુ ઘણું કામ બાકી છે ને ઉતાવળે લોકાર્પણ કરી દીું પરંતુ રાજપીપલાનું આ અતિથિ ગૃહનો વિવાદ પીછો છોડતું નથી, તાજેતરમાં ખેડૂત અને જે જગ્યાએ આ અતિથિ ગૃહ બન્યું એ જગ્યાના મૂળ માલિકે બાજુના પોતાના ખેતરમાં બાંધકામનો તમામ સમાન કોન્ટ્રાકટરે નાખ્યો છે અને ઉઠાવાની તસ્દી લીધી નથી ત્યારે માર્ગ અને મકાન વિભાગ ને વારંવાર જાણ કરવા છતાં અધિકારીઓ ના પેટનું પાણી હાલતું નથી. ત્યારે જમીન ના માલિક ભુપત વસાવાએ રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પત્ર લખ્યો છે અને તંત્રના સ્વચ્છતા અભિયાન માં પોલમ પોલ હોવાની વાત કરી સફાઈ કરાવવા માંગ કરી છે.

આ બાબતે અતિથિ ગૃહ જ્યા બન્યું છે એ મૂળ માલિક ભુપત વસાવા એ જણાવ્યું હતું કે આ જે જમીન અમારી છે અમે વર્ષોથી વાવતા આવીયે છે પરંતુ અનેક જમીનો હોવા છતાં અમારી જમીન પર અધિકારીઓ એ દાનત બગાડી એક્વાયર કરી લીધી પણ હજુ કોઈ વળતર આપ્યુ નથી અમે આદિજાતિ આયોગ માં ફરિયાદ કરી છે છતાં ઉતાવળ કરી તંત્ર દ્વારા લોકાર્પણ કરી દીધું અને કોન્ટ્રાકટર દ્વારા બાંધકામ નો તમામ સમાન કચરો બાજુમાં આવેલા મારા ખેતરમાં નાખી દીધો આજે ગંદકી કરી છે જે બાબતે આ આધિકારીઓને રજૂઆત કરી રહ્યો છું તો કોઈ ધ્યાને લેતું નથી. હવે મારુ આ પરિવાર ઉગ્ર આંદોલન કરશેની ચીમકી આપી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY