કોઈએ કહ્યું છે કે ગુજરાતીઓ એક મહાજાતિ છે પણ નાં ગુજરાતીઓ એક સાવ ડરપોક મહાજાતિ છેપ.! ગુજરાતીઓ સાવ નબળી માટીના છે. ગુજરાતીઓ નમાલા છેપનમાલા અને એટલે જ ભાજપના સૂરમાં ભોપાલી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ જ્યારે એમ કહ્યું કે ગાંધીજી ની હત્યા કરનાર અમારો પ્યારો પ્યારો ગોડસે તો મોટો.. મોટોપ. હાં અમારા કરતા પણ મોટો દેશભક્ત છેપ.! પાછું ત્રણે કાળ માં બોલી-હતો-છે-રહેશેપ.! તો એકેય ગુજરાતીનું લોહી ઉકળ્યું નથી. ભાજપના નેતાઓએપેલીને વારી- બુના, આવું નો બોલાયપઅમે બોલીએ છીએપ.? સૂરમાં ભોપાલી બોલી- પાર્ટી લાઈન એ જ મારી લાઈનપ.! ગોડસે દેશભક્ત છે તો છેપગાંધીજીને મારીને દેશભકિતનું કામ કર્યું હતુંપ.!
આ બુન ૧૯૪૭ પહેલા જન્મી નથી. તેણે ગાંધીજીને કે એમના કામોને જાયા નથી. આ બુનનો જન્મ આઝાદી પછીનો છે અને એવા સંસ્કારી સંગઠનમાં ઉછરી છે કે તેમણે પોતાના વડાપ્રધાન ગુજરાતી હોવા છતાં અને હું તો ગુજરાતનું છોરુંપ. એમ દર ચૂંટણી વખતે કહેનારની જરા સરખી વડનગરી લાજ રાખ્યા વગર ગુજરાતી રાષ્ટિપતાની હત્યા કરનાર અંગે અભિનવ ભારતીયતાના દર્શન કરાવીને ગાંધી હત્યારાને વટભેર માથે બેસાડ્યાં અને એવું પુરવાર કર્યું કે મારા ગોડસેએ જે કર્યું તે બરાબર કર્યું હતુંપ.! આટઆટલું નફ્ફટાઈથી આ રાજકારણી બુન બોલી છતાં આપણા ઢોકળાંધારી ગુજરાતીઓને તો જાણે કે કોણ ગાંધીજીપએમ માનીને વૈશ્વિક ધરોહર સાથે જે અન્યાય કર્યો છે તે વાકઈ કાબિલે તારીફ છેપ!
હેપગુજરાતીઓ, એટલી તો ખબર છે ને કે પોરબંદર ગુજરાતમાં છેપ? જેમણે આપણા બાપ-દાદાઓને અંગ્રેજાની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદી અપાવી એ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ગુજરાતમાં પોરબંદરમાં થયો હતોપ? ગાંધીજી ગુજરાતના અને ગુજરાતી બનિયા હતો એ તો ખબર હશે જ નેપ.? જેમ પેલા બુને મરાઠી ગોડસેનો પક્ષ લીધો તેમ ગુજરાતે કહેવું જ પડશે કે હાં, ગાંધીજી ગુજરાતી હતા-છે-રહેશે-અને તેમનું અપમાન કરનારાની ખેર નથીપ.! પણ એવું કોઈ બોલ્યાપ? કોઈ બોલ્યાપ? પોરબંદર સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્ર લોકો માવો મસળતા મસળતા અમેરિકા અને ટ્રમ્પ ને ગાળો આપે, સલાહો આપે, વિરાટ કોહલીએ બેટ આમ નહિ પણ આમ રાખીને રમવું જોઈએ એવી વણમાંગી ટીપ્સ આપે પણ ગાંધીજીને હણનારને દેશભક્ત કહે છતાં ગુજરાતમાંથી જો કોઈ વિરોધ કોઈ અવરોધ નાં થાય તો ગાંધીજીને એટલું જ કહેવાનું પૂજ્ય બાપુ હવે પછી ગુજરાતમાં જન્મ નાં લેતાંપ.કેમ કે ગુજરાતીઓ સાવ માટીપગા છેપગુજરાતીઓ સાવ નબળા છેપ ગુજરાતીઓ માવાને લાયક અને તમારા માટે ના-લાયક છેપ.!
એક પરિવાર ગુજરાત પ્રત્યે નફરત રાખે છે, એક પરિવાર સરદારની જેમ મારા પ્રત્યે પણ નફરત ફેલાવે છે એમ કહેનારના રાજકીય પરિવારની બુને ગુજરાતી ગાંધીજી પ્રત્યે જે હળાહળ ઝેર ઓકિયું તમે એમની સામે શું પગલા ભર્યાપ.? અને હાં, તેમની સામે પગલા લઇ શકે એ પણ પાછા ગુજરાતી વણિક છે . એમણે બુન ને શું કીધુંપ? મૈ મન સે કભી ઉસે માફ નહિ કરુંગાપ.હમને ઉનકો શોકોઝ નોટીસ દિયા હૈપ.! બંને ગુજરાતી, બંને ઊંચામાં ઊંચા સ્થાન પર છતાં તેમના જ પક્ષમાં ગાંધીજીને નીચામાં નીચું સ્થાન અને ગુજરાતી ગાંધીજીને એક..બે..અને લે આપ ત્રણ ગોળી મારનારનો રથ ત્રણ વ્હેંત ઉંચોપ.!
શું ગુજરાતે ૨૫ વર્ષ એવાઓને સત્તા આપી કે જેની લાઈન ગુજરાતી ગાંધીજીને મારનારને સીરપાવ આપવાની રહી છેપ? શું એટલા માટે ગાંધીજીની નહિ પણ સરદારની મૂર્તિ સૌથી ઉંચી બનાવીપ? સરદાર તો ગાંધીજીના ચેલા હતા, તો ચેલાની મૂર્તિ ઉંચી હોય કે ગુરૂનીપ.? મૂર્તિમાં પણ ગાંધીજીને અન્યાયપ.! અને હવે તો એય ઈશ્વરચંદ્ર વિધ્યાસાગરની મૂર્તિ બનાવી આપવાનું વચનપ.! આ વચન સાંભળીને ચીન અને એલટી વાળા ખુશ થયા હશે-વાહ ૩ હજાર કરોડ નો વધુ એક ઓર્ડરપ.!!
આપત્તિ ને અવસરમાં પલટવાનું તો આ બુનના ગુરૂ પાસેથી જ શીખવું જાઈએ. મેરી માને કહા હૈ કોઈ ભી ધંધા છોટા નહિ હોતાપસમજે ન જાનીપહમ મૂર્તિઓ કે સૌદાગર હૈપબતાવો કિસકી મૂર્તિ બનાની હૈપ.!!
ગુજરાત અને ગુજરાતી વૈશ્વિક ધરોહરને મોટામાં મોટી ગાળ રાજકારણમાં ગઈકાલની આવેલી આપે છતાં કોઈ માઈનો લાલ આ પુરૂષ જેવા વાળ ધરાવતી બુન અને પાંચ વર્ષમાં માથેથી વાળ ઉડી ગયા એવા બુનના ગુરૂ ની સામે બોલ્યો નથી. બુન, તમ તમારે બોલોપ ગાંધીજી ની વિરુદ્ધમાં, ગોડસે ને દેશભક્ત જ નહિ પણ ગાંધીજીને દેશદ્રોહી કહેશો તો પણ ગુજરાત તમારૂ કાઈ બગાડી શકે તેમ છે જ નથી.
અર્રે..બુન ગુજરાતના ડેમોમાં પાણી નથી તો ગુજરાતીઓમાં પાણી કિયાથી આવશેપ.!
બોલોપબોલ્યે જાઓપ.બોલ્યે જાઓપ
ગુજરાત તેરી યહી કહાનીપ
હાથમે ફાફડા આંખ મે તીખી ચટની કા પાનીપ.!
ધિક્કાર છે તને ગુજરાતપ.!!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



