રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું નામ આવે કે તરત જ મોટા ભાગના લોકોના મનમાં એક જુદું જ ચિત્ર ઊપસતું હોય છે. આરએસએસ માત્ર ભગવો લહેરાવીને ‘હિન્દુ રાષ્ટ્રીય’ની વાતો કરે છે એવી એક છાપ પણ છે. સામાન્ય જનમાનસ પર એમના હિન્દુ રાષ્ટ્રીયનું ચિત્ર કદાચ અંકાઈ ગયું હોઈ શકે છે.
આરએસએસના પાટનગર દિલ્હીમાં ત્રણ દિવસનું અધિવેશન યોજ્યું છે. ‘ભવિષ્ય કા ભારત – અને આરએસએસ પસ્પેકટિવ’ – આ અધિવેશનના પ્રથમ દિવસે આરએસએસના ચીફ મોહન ભાગવતે સંઘની ખરી ઓળખ, ખરો પરિચય આપતી વાતો વાગોળી.
ભારત એક વિશાળ રાષ્ટ્રીય હોવાથી એમાં અનેકવિધ વિવિધતા જાવા મળે એ પણ સ્વાભાવિક છે. એટલે આપણે આ વિવિધતાનો સ્વીકાર કરવો રહ્યો એનું સન્માન જાળવવું જાઈએ અને એની ઉજવણી કરવી ઘટે. દેશની વિવિધતાને વિસંવાદિતા સમજવાની ભૂલ નહીં કરવી જાઈએ કે વિવિધતા વિસંવાદિતાનું કારણ નહીં બનવું જાઈએ. ભાગવતજીએ આ વાતને સવિસ્તર મૂકીને રાષ્ટ્રીયની એકતા અને અખંડિતતાનો ગર્ભિત રીતે સૂર છેડ્યો. સંઘની અન્ય કોઈ સાથે સરખામણી શક્ય જ નથી. આ એક અનોખું અનેરું સંગઠન છે, ઓર્ગેનાઈઝેશન છે. સંઘ સર્વસમાવેશકતા માને છે. સંઘ સર્વનો સમાવેશ કરીને, સૌને સાથે લઈને ચાલવાની ફિલસૂફીમાં માને છે એવી સ્પષ્ટતા એમના સૂરમાં જણાતી હોય એવું સંભવ છે. સંઘ માટે કોઈ અસ્પૃશ્ય નથી, મુસ્લિમો, દલિતો કે સમાજના અન્ય કોઈપણ વર્ગને સાથે રાખ્યો છે. સંઘનો મંત્ર રાષ્ટ્રવાદનો છે. સમાજની વિવિધતામાં વિસંવાદિતાને કોઈ સ્થાન નથી અને ન હોવું જાઈએ. ભાગવતજીએ સ્વાતંત્ર્યસંગ્રામની વાત યાદ કરીને આઝાદીની લડતમાં કાંગ્રેસની ભૂમિકાની પણ પ્રસંશા કરી. કાંગ્રેસે ભારતને મહાન નેતાઓ આપ્યા હોવાની યાદ અપાવી. કાંગ્રેસ કદાચ ભલેને સંઘની આકરી આલોચના કરે, પરંતુ ભાગવતજીએ તેની પર આકરાં વેણ છોડવાને બદલે પ્રશંસાના પુષ્પો વેર્યા. સંઘની વિચાસરણી પર કાંગ્રેસ અને તેના નેતાઓએ ટીકાશસ્રો છોડવામાં કંઈ બાકી રાખ્યું નથી, એ વાત ભાગવતજી ભૂલ્યા નથી જ.
આ અધિવેશનનું આમંત્રણ તમામ વિરોધ પક્ષોને આપ્યું હોવા છતાં કોઈપણ વિપક્ષી નેતાની હાજરી ન હતી. એની સામે બોલીવૂડના સંખ્યાબંધ સિતારાઓ ઉપસ્થિત રહીને સંઘની કાર્યશૈલી-પ્રણાલિ, વિચાસરણીનો પરિચય મેળવ્યો હતો.
કાંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષે સંઘ ભાગલાવાદી વિચારસરણી ધરાવતો હોવાના આક્ષેપોની ઝડી વરસાવી બરાબર એ જ વખતે આરએસએસે સમાજના દરેક વર્ગ માટે બાંહ પ્રસારીને ભેટવાની વાત કરી.
ભવિષ્યનું ભારત કેવું હોવું જાઈએ? એના ઉજજવળ ભાવિની ધૂરા પ્રત્યેક નાગરિકના હાથમાં છે. આરએસએસની રચના થઈ ત્યારથી જ તેના હૈયે દેશનું હિત રહેલું છે. આપણા રાષ્ટ્રની વિવિધતા જ આપણા સમાજની ખરી શક્તિ છે. એ શક્તિને વધુ મજબૂતી બક્ષવા માટે સમાજના દરેક વર્ગે સાથે રહેવું અનિવાર્ય છે. વિખવાદ કે ભાગલાવાદી પ્રવૃત્તિઓ દેશના ટુકડા થાય, તેને અખંડિત રાખવા સબળ સમાજ હોવો જરૂરી છે.
ભાગવતજીએ તેમના એક કલાક અને ૨૦ મિનિટના પ્રલંબ વકતવ્ય દરમિયાન સંખ્યાબંધ મુદ્દાઓ છેડ્યા હતા. આરએસએસ કોઈની પર પોતાની વિચારસરણી થોપતો નથી.
સંઘની છબિ સુધારવાના પ્રયાસમાં ભાગવતજીએ કેટલું બધું કહેવું પડ્યું એવી ટીકાઓ પણ કદાચ થશે, પરંતુ શાંત ચિત્તે વિચારો તો ભાગવતજીની રાષ્ટ્રવાદની વાતમાં દમ છે. સમાજને વિસંવાદમાં નહીં સંવાદમાં રસ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




