આપણા નરેન્દ્રભાઈ મોદી ફરી વધુ બેઠકો અને વધુ મત થી દેશના વડાપ્રધાન પદે આરૂઢ થયા છે . ૨૩ મે ના રોજ પરિણામો જાહેર થયા પછી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહીત તમામ નેતાઓને ભારે આઘાત લાગ્યો છે . પ્રત્યાઘાતો વ્યક્ત કરવા જેટલી પણ ભાન – સાન રહી ન હોવાથી એક મહિના માટે પક્ષના પ્રવક્તાઓને મૌન વ્રત લેવડાવ્યું છે.
જાકે કોંગ્રેસને આઘાત લાગ્યો છે , તો પ્રજા આશ્ચર્યમાં દિગ્મૂઢ જેવી સ્થિતિમા છે . કોઈને ગળે ન ઉતરે એવા પરિણામો જાહેર થયા છે . પરિણામો પછી જૂનાગઢ અને અમરેલી જિલ્લાના પ્રવાસે જવાનું થયું . સામાજિક મેળાવડાઓ માં વ્યાપક ચર્ચા એકજ છે કે કોંગ્રેસના ઉમેદવાર જીતે એવા હતા , છતાં હાર્યા , સ્વીકાર્ય છે . પરંતુ જે લીડથી હાર્યા છે એ ન સમજાય એવી ઘટના છે . પ્રજા પણ આશ્ચર્યચકિત થઇ ગઈ છે . અને તેમ છતાં આટલી મોટી ભાજપના ઉમેદવારોની લીડ અંગે કોઈ સબળ કારણ કોઈ શોધી શકતું નથી કે કોંગ્રેસની કારમી હાર માટે કોને દોષ દેવો એ કોઈને સુજતુ નથી . આપણે વાસ્તવિક્તા સ્વીકારવી જ રહી.
ગુજરાત અને દેશમાં ભાજપના ભવ્ય વિજય પછી હવે ખેડૂતો તેમના પ્રશ્નો અંગે કકળાટ કરી નહિ શકે . વાલીઓ પોતાના બેરોજગાર એન્જીનિયર સંતાન ને નોકરી કેમ નથી મળતી એવો સવાલ કરી નહિ શકે . ચોમાસું તો સાવ ઢુંકડું છે . જિલ્લાઓમાં રસ્તાઓ ની હાલત જાઇને આવ્યો છું , ચોમાસામાં પાણી ભરાયા પછી ડાયવર્ઝન વાળા માર્ગો ની હાલત અતિ કપરી થવા છતાં આપણે સહન કરવું જ રહ્યુ કારણ કે આપણે ભાજપને જંગી બહુમતીથી જીતાડી ને તેમને વધુ તાકાતવાન અને તેમના સ્વભાવને આસમાને પહોચાડવાનું કામ કર્યું છે . આપણે હવે પરમ વૈભવમાં જીવતા હોઈએ તેમ હરખઘેલા થવાનું જ રહ્યુ.
ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી એ ગુજરાતની પ્રજાને નિર્દેશ આપી દીધો છે કે જા તમે કોઈ પણ ભાઈઓ કે બહેનો કોઈ પણ પ્રશ્ને રજૂઆત કરવા આવ્યા તો તમારી ખેર નથી . તમે મત પણ આપો અને ફરિયાદ પણ કરો એ બંને ચલાવી લેવાય નહિ . મહિલાને લાતં લાત કર્યા પછી તેમને ધરમ ની બહેન બનવાની ફરજ પાળી શકે એટલી તાકાત ભાજપને આપણે જ પૂરી પાડી છે . કેટલાક મિત્રો કહે છે કે હવે રેપની ઘટના પછી બલરામ ચાલીસાના પાઠ કરવાથી કોર્ટ માંથી નિર્દોષ છૂટી જવાશે . અને ભાજપ પક્ષના હોદ્દા યથાવત રાખી શકાશે . આવું કશું કચ્છના નેતાઓને કેમ નહિ સુજ્યું હોય . બલરામ થાવાણીએ જયંતી ભાનુશાળી કે છબીલ પટેલને પોતાનું જ્ઞાન પીરસ્યું હોત તો બંને આજે સલામત હોત .
કોંગ્રેસનું મૌન ચાલુ છે ત્યાં સુધીમાં ભાજપ કઈ પણ કરી શકશે
કોંગ્રેસના એક મિત્ર એ વાત વાતમાં કહ્યુ કે આ બલરામે હિંમત એટલા માટે કરી કે તેમને ખબર હતી કે હું કઈ પણ કરીશ , આ કોંગ્રેસ વાળા કશું બોલવાના નથી . પક્ષને તો ધારાસભ્ય ખરીદવા પડે છે , તો મને શું કરી લેવાના છે . માટે આવી હિંમત કરી હતી . અને હજુ પણ કોંગ્રેસનું મૌન વ્રત ચાલે છે , તે દરમિયાન ભાજપના નેતાઓ તકનો લાભ લઈને જે કૈન થઇ શકશે તે યથા શકિત કરી લઈને નામના કમાઈ લેશે . અને પછી કોંગ્રેસના નેતાઓ કહેશે કે અમારા મો પર રાહુલજી એ પટ્ટી લગાડી છે નહિ તો ભાજપને પહોચી વળ્યા હોત . જાકે રાહુલ ગાંધીએ આ મૌન વ્રત એટલા માટે લેવડાવ્યું છે કે ભાજપના આક્રમક વલણ સામે કોંગ્રેસને જવાબ આપવો મુશ્કેલ હતો , ખાસ કરીને ચુંટણી પરિણામો અંગે બચાવ કરવામાં કોંગ્રેસને તકલીફ પડે એવી સ્થિતિ હતી . વાંક ન્યુઝ ચેનલનો કાઢી શકાય , કારણ કે એન્કર એવા પ્રશ્નો પૂછે છે કે જવાબ આપે તો પણ નુકસાન ન આપે તો પણ નુકસાન થાય છે . માટે નુયુઝ ચેનલથી દુર રહેવામાં જ ડાહપણ લાગ્યું હશે .
આવતા મહીને એટલે કે ૨ જી જુલાઈથી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર મળી રહ્યુ છે . કોંગ્રેસના નેતાઓએ ખાસ કરીને વિપક્ષી નેતા પરેશ ધાનાણી એ શાબ્દિક હુમલા ખમી શકાય તેમ તૈયાર થઈને આવવું પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



