ભાજપ કે મોદી પ્રત્યેની અસ્પૃશ્યતા તકવાદી છે!???

0
7

૧૧મી ડિસેમ્બરે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં તેને બીજું પખવાડિયું પણ નથી થયું અને સત્તાભૂખ્યા લોકો કેવા હોય છે તે હવે સામે આવી રહ્યું છે. પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં જે લોકો ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુણગાન ગાતા થાકતા ન હતા એમાંના મોટા ભાગના હવે ભાજપ અને મોદીથી પોતાને અલગ કરી રહ્યા છે. પાંચે રાજ્યોમાં ભાજપની હાર થઈ છે એ કબૂલ, પરંતુ એમાંના બે રાજ્યમાં તો ભાજપની સરકાર પણ ન હતી કે ભૂતકાળમાં ભાજપનો કોઈ જનાદેશ પણ ન હતો, તેલંગાણા અને મિઝોરમમાં ભાજપને ભોજ્યોએ પૂછતો નથી જ્યારે મધ્ય પ્રદેશમાં પંદર વર્ષથી સત્તા હોવા છતાં ભાજપે પૂરી લડત આપી છે. રાજસ્થાનમાં પણ ભાજપનો દેખાવ જેટલો હોવો જાઈએ તેટલો ખરાબ નથી જ.
દેશમાં રાજસ્થાન અને પંજાબ એ બે એવા રાજ્ય છે જ્યાં કોઈ પણ પક્ષ સતત બીજી ટર્મ માટે ચૂંટાતો નથી, વળી રાજસ્થાનમાં વસુંધરા રાજેનાં કાર્યોએ પણ ભાજપને નુકસાન પહોંચાડ્યું છે. તેવામાં ભાજપનો દેખાવ સાવ ખરાબ તો ન જ કહેવાય. એવામાં એવું શું થયું કે અચાનક જ લોકો ભાજપથી ભાગવા માંડ્યા.
રાજકારણીઓ તો આજે જેની સાથે હોય કાલે એની સામે જ લડે એમાં નવાઈ નથી, યોગગુરુના નામે ખ્યાતનામ થયેલા દેશના ખૂબજ ઝડપી ગતિએ સમૃદ્ધિ પામેલા વેપારી બાબા રામદેવના સૂર પણ બદલાયેલા છે. રામદેવે એક સમયે મોદીની ગણના ભારતના સૌથી મહાન ઋષિઓ સાથે કરી હતી અને મોદીની ચાપલૂસી કરવામાં કંઈ પણ બાકી રાખ્યું ન હતું. બાબા એટલા મોદીમય થઈ ગયા હતા કે લોકોને પણ દેખાતું હતું કે લાલો લાભ વગર લોટે નહીં, એ જ રામદેવને હવે સત્તાપલટો દેખાઈ રહ્યો છે અને જા એમ થાય તો નવી સરકાર બીજા પક્ષની હોય તો પહેલો વારો જે મોદીતરફી હતા તેમનો આવે એવું તે સમજી ચુકવ્યા છે. આથી જ બાબાના સૂર બદલાઈ ગયા છે. બીજી તરફ શિવસેના ભાજપની આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે તત્પર છે. ભાજપ પર દબાણ લાવીને બને તેટલી વધુ બેઠકો મેળવવી એ તેનો દાવ છે. આથી જ ખૂલીને ભાજપનો વિરોધ કરનાર શિવસેના મહારાષ્ટ્રની સત્તા છોડવા તૈયાર નથી. અરે ભાઈ તમે આટલો વિરોધ કરો છો તો સાથે કેમ છો?
ભાજપના કેન્દ્રીય નેતા નીતિન ગડકરી પણ હવે સક્રિય થયા છે. ગડકરીને લાગે છે કે જા એનડીએને બહુમતી મળે, પરંતુ ભાજપની બેઠકો ઘટે તો ઘટક પક્ષો મોદીના નામ પર મહોર ન પણ લગાડે. આને માટે જ શિવસેના માત્ર મોદી પર જ ટીકાસ્ત્રો છોડી રહી છે. આવી પરિસ્થિતિમાં વડા પ્રધાનપદ પર સૌથી પહેલો નંબર ગડકરીનો જ લાગે, કેમ કે આમેય ગડકરીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પહેલી પસંદ છે. સંઘ સાથે ગડકરીને ઘરોબો છે અને ગડકરી પોતે નાગપુરના જ છે જે સંઘનું મુખ્યાલય છે. સંઘને પણ મોદી કરતાં ગડકરી વડા પ્રધાન બને તે વધુ રુચિકર લાગે છે કેમ કે મોદી સંઘને પૂછતા નથી અને મોદીનું કદ હાલમાં સંઘ કરતાં પણ મોટું થઈ ગયું છે. તો બીજી તરફ અપના દલ અને આરએસવીએલ જેવા ઘટક પક્ષો તો માત્ર લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો મેળવવા માટે જ ભાજપ પર દબાવ લાવી રહ્યા છે.
આમ રાજકીય પક્ષો, રાજકારણીઓ કે વેપારીઓએ પોતપોતાના ઉસૂલ સિદ્ધ કરવા માટે ભાજપથી દૂરી બનાવી છે. દરેકને દબાવ લાવીને પોતાનું કામ કઢાવી લેવું છે, કેમ કે ત્રણ રાજ્યોમાં ભાજપની હારને જે રીતનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તેવી પરિÂસ્થતિ ખરેખર છે નહીં. સામે પક્ષે ભાજપે પણ આ દબાવને આધીન થવાને બદલે જનઉપયોગી પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે.
છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ખૂબ ઘટાડો થયો છે. જીએસટીના દરમાં પણ ધરખમ ફેરફાર થયા છે અને આવનારા સમયમાં ઓર ફેરફાર થશે. આમ ભાજપ કે મોદી પ્રત્યેની અસ્પૃશ્યતા તકવાદી છે!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY