આપણા દેશમાં સ્ત્રીઓને સમાન હક્ક ક્યારે મળશે…!!?

0
39

મજા પડી ગઈ, ભારતની પ્રજાને વિવિધ ધર્મો અને વિવિધ સંસ્કૃતિઓનો ઐતિહાસિક ફાયદો થયેલો છે. જાડે હોય એટલે દુશ્મની જ હોય એવું નથી, સહકાર પણ હોય, અનુકરણ પણ હોય અને સીધો કે આડકતરો સ્વીકાર પણ હોય. સૂતરફેણી, જલેબી, પુલાવ અને બિરયાની (મુખ્યત્વે એના શાકાહારી સ્વરૂપમાં) નાન કે તંદુરી રોટી વગેરે ખોરાકમાં તો પાયજામાવાળો પહેરવેશ અને ગઝલ જેવું કવિતાનું સ્વરૂપ આપણને ઈસ્લામિક પરંપરાઓમાંથી મળેલા છે, યહુદીઓ મુસ્લિમ વાડામાં રહેતા કારણ કે બધી નાતના વાડા હોય તો એમને કોણ રાખે? ત્યાર પછી બેનેઈઝરાયલી મરાઠીઓ યહૂદી તરીકે ઓળખાયા પણ એ લોકો પોતાના ધર્મસ્થાનને મસ્જિદ અથવા મસીદ કે મશીદ કહેતા, વી.ટી. કે છત્રપતિ શિવાજી ટર્મિનસ પછી ઉત્તરે પહેલું આવતું અને અગાઉ જે અનાજની ને બીજી હોલસેલ માર્કેટનું મુખ્ય ધામ હતું તે મસ્જિદ બંદર કે મસીદ એ કોઈ મુસ્લિમ મસ્જિદ પરથી નહીં પણ પાસે આવેલી યહૂદીઓની સિનાગોગ જેવા ધર્મસ્થળથી પડેલું છે. ગાંધીવાદી અને સર્વોદયના જાણીતા કાર્યકર્તા ડેનિયલ મઝગાંવકર જન્મે બેનેઈઝરાઈલી છે, એમના બહેન સમાજવાદી હતાં અને કામદાર સંગઠનકાર હતો. એકવાર એમના ઈન્ટરવ્યૂ માટે જવાનું થયું, છેક સુધી એ મારી બેનેઈઝરાયલી મિત્ર વીના જાડે વાત કરતા ‘આપણી મશીદ’ કરીને જ ઉલ્લેખ કરતા હતા. હવે સાવ નવું એક ડેવેલપમેન્ટ જાયું. કેરળના એક પ્રગતિશીલ મહિલા સંસ્થાએ અદાલતમાં કેસ માંડ્યો છે કે શબરીમાલામાં સ્ત્રી પ્રવેશને સર્વોચ્ચ અદાલત માન્ય રાખે અને સ્ત્રીઓને પણ ત્યાં ભકિત, પૂજા કે દર્શનની છૂટ મળે તો મસ્જિદોમાં મુસ્લિમ સ્ત્રીઓને કેમ નહીં? અગાઉ આ મુદ્દા પર અહીં લખાયેલું છે કે ચેન્નઈમાં તો કેટલીક સ્ત્રીઓએ આ વાત અમલમાં પણ મૂકેલી છે તેવા સમાચાર મળેલા. વાહ ભાઈ (અને બહેન) વાહ! કેવું સુંદર. એક બાજુએ મોટા ભાગના રાજકારણીઓ પરંપરાને બહાને સર્વોચ્ચ અદાલતનો તિરસ્કાર કરે છે કે મૂંગા મરે છે, સ્ત્રીપ્રવેશને ટેકો આપનારને વર્ણપ્રથામાં કે મઝદૂરીમાં ગરીબ પછાત ગણાતી કોમના અને એથી હલકા માણસનો ખિતાબ આપે છે ત્યારે, એક રીતે, મુસ્લિમ બહેનો હિંદુ સ્ત્રીઓની મંદિર પ્રવેશમાં સમાનતા માટેની લડતને ટેકો આપે છે, એને પ્રેરક ગણે છે અને એમના જેવાં પગલાં લેવા ચાહે છે.
યાદ રાખવું પડે કે શનિનું મંદિર હોય, હાજીઅલી જેવી પીરની દરગાહ કે શબરીમાલાનું સ્થાન પણ જ્યાં પણ સ્ત્રીઓએ માત્ર પોતાના ધાર્મિક સ્થળે જવા લડત આપવી પડે છે ત્યારે આ ઘટનાને પરધર્મીઓ અને પરદેશીઓ પણ ધ્યાનથી નિહાળતા હોય છે, આવું જ્યાં સુધી બને ત્યાં સુધી ભારત એક સમાનતાવાદી લોકશાહી છે તેવો દાવો કાંઈક નબળો પડે છે. કેરળ કે ભારતનાં હિંદુ અને બિનહિંદુ શબરીમાલામાં રોજ ચાલતો તમાશો નિહાળી જ રહ્યા હોય. મુસ્લિમ સ્ત્રીઓ માંડમાંડ મોઢું ખોલતી થઈ છે. વાતને હાથમાં લેતા વાર લાગે, કુરાન વગેરેનો જબરદસ્ત અભ્યાસ કરનાર અને દેશપરદેશમાં કુરાનના આચરણ જાણનાર એક બહેન સેંટ ઝેવિયર્સમાં પ્રાધ્યાપક હતાં. સ્વધર્મને ચાહતા રહીને એ ધરાર પછાત માનસી મુલ્લાંઓનો પ્રતિકાર કરે છે. નવાંં મજબૂત સશકિતકરણનો લાભ મળે ત્યારે સ્ત્રીઓ કે કચડાયેલા પુરુષો મ્હોં ખોલી શકે, ભલે એમાં કિયારેક સત્તાધારી વર્ગ તમારા ધર્મને નીચો ગણી સુધારા લાવવા માગતા હોય-અંગ્રેજા આપણને જંગલિયાતમાંથી સુસંસ્કૃત સમાજ બનાવવા માગતા હતા એવો એમનો એક દાવો હતો. તે પછી રાજા રામમોહન રોયને અંગ્રેજાનું પીઠબળ મળ્યું તો સતીપ્રથા નષ્ટ થઈ. આ રીતે મહાન આચાર્ય ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર ક્ધયા કેળવણીનો પ્રચાર કરી શકિયા કે બહેરામજી મલબારી બાર વર્ષથી નીચેની પત્નીના શરીરને પતિ ખૂંદે તે સામે કાનૂન લાવી શકિયા. સ્ત્રીઓએ આનો લાભ લીધો છે. લાંબો સમય મુÂસ્લમ સ્ત્રીઓ ચૂપ હતી એક તો ઓછું કે નહિવત્ શાળાશિક્ષણ અને બીજી બાજુ એમને એમ પણ લાગે કે પોતાના ધર્મના વિરોધીઓ પોતાને બાપડી, બિચારી ગણી ઈસ્લામને કે મુસલમાનોને, મુસલમાન પુરુષોને વખોડે તે એમને ગમે નહીં. હવે આ બધી ગૂંચવણમાંથી ઘણી બહેનો બહાર આવી રહી છે. આ મહિનામાં જ સમાચાર આવ્યા છે કે એક મુસ્લિમભાઈએ છેડાઈને પત્નીને ટેલિફોન પર જ ત્રેવડા તલ્લાક આપી દીધા તો પત્નીએ આ ફોન કોલ રેકોર્ડ કરી લીધેલો હતો અને પતિએ આવા જબાની તલ્લાક વિરુદ્ધના કાયદાનો ભંગ કર્યો છે એમ કહી અદાલતમાં કેસ માંડી દીધો. આ ફોજદારી ગુનો થયો એટલે ધરપકડ પણ થઈ હશે. પોતાની કોમના ભલા માણસો અને પારકી કોમના સહૃદયીઓનો પણ આમાં સ્ત્રીઓને ટેકો મળતો રહે છે.
પોતાના અંકુશ હેઠળની પ્રજા બળવો કરે છે એવી હિલચાલ પણ દેખાય તો તાનાશાહ જુલમગારો આકુળવ્યાકુળ થઈ જાય, ગમે તેવા નિયમો બનાવવા માંડે, વશ અને દબાણ વધારે, ભાયડાઓ પણ બૈરાં આવું કરે એટલે ભડકે. દેવબંદની મુસ્લિમોની અભ્યાસસંસ્થા મોટા ભાગના મુસ્લિમ સંપ્રદાયો માટે સર્વોચ્ચ ગણાય છે. ત્યાંના બીજી રીતે અભણ જેવા (આ ઈસ્લામ પૂરતું સીમિત નથી. હિંદુઓમાં પણ બાવાઓ કે સંન્યાસીઓ ગમે તેવાં વિધાન કરતા મળી આવે) કમનસીબે વધુ અંશે પછાત રહેલી મુÂસ્લમ પ્રજામાં ધર્મને નામે અષ્ટમ્‌ પષ્ટમ્‌ પધરાવતા બાવા એટલે કે મુલ્લાંમૌલવીઓ વધુ સત્તા ધરાવતા હોય છે. અગાઉ શંકરાચાર્યો વગેરે પાસે હતી તેવી. દેવબંદમાં એક બાર વરસે બાવો બોલ્યો જા બેટા, દુકાળ પડશે. બેટા તો નહીં પણ બેટીઓ ને વહુઓ માટે એકે ફતવો કાઢ્યો કે પુરુષો હોય ત્યાં સ્ત્રીઓથી જમાય નહીં. મ્હોં ઉઘાડી કોળિયા ભરાય નહીં. ભયંકર ભાઈસાહેબો, સ્ત્રીઓએ તમારું શું બગાડ્યું છે કે એમના ખાવાપીવા અંગેની બંધીઓ ફરમાવ્યા કરો છો? ઈસ્લામમાં તો નોકરોને પણ એક થાળમાં જમાડવાની પ્રથા હતી/છે. એ તો જૂની વાત, ત્યારે સ્ત્રીઓના થાળ પછી ભરાતા હશે પણ અર્વાચીન કાળનું શું? કામ કરતી, નોકરીએ જતી મહિલાઓએ હોટેલમાં કે ઠેલા પર એક ઈડલી કે વડું પણ નહીં ખાવાનું એમ? વેચનારા કે વેઈટરો પુરુષો હોય. ગલ્લા પર બેસીને રોકડ ગણતો માણસ પણ પુરુષ જ હોય. પેલા મૌલવીને દુનિયાની કાંઈ ખબર નહીં હોય. આજની તારીખે હજારો મુસ્લિમ મહિલાઓ, આૅફિસોમાં, સ્કૂલ કાલેજામાં, મોટી હોટેલોમાં કામ કરે છે. અહીં પુરુષો હોય જ એટલે સ્ત્રીઓએ રોજરોજ રોજા રાખવાના? દેવબંદથી આવો ફતવો આવ્યો. ફતવો એ કાંઈ કાનૂન નથી બનતો. એ માત્ર એક સલાહ છે. ઈસ્લામમાં માણસ અને ઈશ્ર્વર વચ્ચે કોઈ એજંટ નથી. પોપ ઈશુ વતી બોલે અને પ્રત્યેક પાદરી ધાર્મિક સલાહ પાદરી બન્યા હોવાને કારણે આપી શકે એવી વિધિ છે. ઈસ્લામમાં કોઈ પણ વિદ્વાન અને જાણકાર માણસ ધર્મગ્રંથ સામગ્રી સમજતો હોય તેની પાસે ફતવા માટે જઈ શકાય કે અમુક સંજાગોમાં ઈસ્લામ કે શરિયત પ્રમાણે કેવું વર્તન ઠીક કહેવાય. આવું બનવાને બદલે વ્યવસ્થિત સંસ્થાઓ અને એની સાથે જાડાયેલા મુલ્લાંઓ લોકો પર રાજ કરે છે. બીજી બાજુ હજી આ સોમવારે જ જાયું કે એક ભાઈ એની બુરખાધારી પત્ની જાડે અમારી પાસેની ઉડિપીમાં સાબુદાણા વડા ખાતા હતા. બુરખો આખો ચહેરો ઢાંકી દેતો નહોતો. કોઈ પણ સારી જાણીતી અને ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોની હોટેલમાં તમને જાવા મળે કે પુરુષો પોતાની પત્ની અને બાળકો જાડે જમવા આવ્યા છે. શેરડીનો રસ પીવા કે આઈસક્રીમ ખાવા પણ નીકળતા હોય છે. આટલું પણ કોઈક મુલ્લાને પસંદ ન પડ્યું? ખળભળાટ થઈ ગયો કે બૈરાં જાહેરમાં ખાય જ કેમ? બીજી બાજુ ઈસ્લામ એવું કહેનારો પ્રથમ ધર્મ હતો કે દીકરીઓને વારસો મળવો જ જાઈએ. દીકરા કરતાં અડધો કહેતા પણ બાકીના ધર્મોમાં તો આવી કોઈ શરત હતી જ નહીં. કેમ રોજ રોજ ફતવા નીકળતા નથી કે પોતાની બહેનોના વારસા ખાઈ જાય તે ભાઈઓ ઈસ્લામ-વિરોધી વર્તન કરે છે જે હરામ છે? રાહ જાતા રહીએ. જબાની તલ્લાક સામે મહિલાઓએ આજથી ચાલીસ પચાસ વર્ષ અગાઉ વિરોધ કરેલા છે. હવે મિલકત અધિકાર માટે પણ કરશે. કેરળ સો ટકા નિરક્ષરતા નિર્મૂલન માટે વધાવાયેલું છે. આમાં મુસ્લિમ પ્રજા પણ આવી ગઈ. તમિળનાડુમાં પણ શિક્ષણ સંતતિનિયમન વગેરે મોટા પ્રમાણમાં ફેલાયેલા છે. આવા વિકાસનો ફાયદો મળે ત્યાં સ્ત્રીઓ સમાનતા માટે પહેલ કરવાની જ. એમના વતી કોઈક સેવા કરવા આવે એ કરતાં આમ જાતે જ પહેલ કરે તે વધુ આવકારદાયક છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY