૪૦૦ બેઠકો વાળી કોંગ્રેસ જ્યારે ૨૦૧૪માં ૪૪ સીટોમા સમેટાઇ ગઈ ત્યારે કેટલાયને લાગ્યુ કે ભાઈ-કોંગ્રેસ તો ગઇ સમજા. કોંગ્રેસ હવે આગળ ના વધી શકે. પરંતુ ૨૦૧૯ આવતા આવતા ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને અને નેહરુને એટલી બધી વાર યાદ કર્યા કે હવે ભાજપના જ અધ્યક્ષ અમિત શાહ ખુદ કહી રહ્યા છે કે જુઓ અમે તો રામ મંદિર બનાવવાનું ઇચ્છીએ છીએ પરંતુ કોંગ્રેસ રોકી રાખે છે..!! મતદાતાઓના માથા આવુ સાંભળી ચકરાઈ ગયા કે તેઓ શું સાંભળી રહ્યા છે. વિએચપી અને સંઘ પરિવાર કહે છે કે અદાલત તારીખ જ્જ સાહે રામ મંદિર બનવા દેતા નથી અને તારીખ પર પોતાના તારીખ આપીને મામલાને લાંબો કરી રહ્યા છે. હવે ભાજપના વડાએ પોતાના લોકોની વચ્ચે દુખડા સંભળાવ્યા. લોકો આજુબાજુ જાઈ રહ્યા છે. કે આખરે સરકારને મંદિર બનાવવામાં મુશ્કેલી શું છે? કાંઇક એવું તો નથી કે નાચ ન જાને આંગન ડેઢા…! ક્યારેક કહે છે કે અમે અદાલતથી આનો નિકાલ થાય તેવું ઇચ્છીએ છીએ. ક્યારેક કહે છે કે આ અદાલતનો વિષય જ નથી,ક્યારેક કહે છે કે કોંગ્રેસ અમને રોકી રહી છે. તો સવાલ એ છે કે સરકાર કોની છે…!!!
અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદને જાઈએ તો આ મદિરના તાળા ખોલી નાંખ્યા રાજીવ ગાંધીના સમયમાં બાબરીનો ઢાંચો તૂટ્યો નરસિંહ રાવની સરકારમાં. તો શુ મંદિર પણ રાહુલના સમયમાં બને એવુ ભાજપ ઇચ્છે છે કે શું? ભાજપ વિરોધ પક્ષમાં હોય તો મંદિર બનાવવાની વાતો જાર શોરથી ભાજપ સત્તામાં આવ્યો તો કોંગ્રેસ અમને મંદિર નથી બનાવવા દેતી. ખેર મામલો એ છે કે ભાજપા પોતે જ કોંગ્રેસને લોકપ્રિય બનાવવાનું કામ કરે તો ફાયદો તો કોંગ્રેસને જ મળશે. ભાજપ લોકોને બતાવે કે કોંગ્રેસ કેવી રીતે આડે આવી રહી છે. શું કોંગ્રેસ જ્જાને મનાઈ કરી રહી છે..? શું કોંગ્રેસ અદાલતમાં સુનાવણી દરમ્યાન અદાલતમાં ધાંધલ ધમાલ મચાવે છે…? અસલમાં તો ખરેખર લોકોને જાવા મળી રહ્યું છે અને લાગી રહ્યું છે તે એ છે કે રામ મંદિરના મુદ્દાને લટકાવી રાખવા માંગે છે. કોર્ટથી નિકાલ ન આવે તો વટહુકમ કાયદાનો સહારો લેવામાં આવશે. અને ત્યાં સુધી આ મુદ્દા પર આ રીતે રાજકીય દાવ-પેચ ખેલાતા રહેશે.
જા ભાજપ પોતે જ કોંગ્રેસને પોતાનાથી વધારે મજબૂત બતાવે કે ગયણાવે તો ૪૪ સીટો ધરાવતો પક્ષ માટે તો સારા દિવસો આવ્યા સમજા. ભાજપાએ આ રીતે કોંગ્રેસને વધુને વધુ વાર યાદ કરીને પોતાના ત્રણ રાજ્યો પંજાની જાળીમાં નાંખી દીધા અને આ જ સિલસિલો ચાલતો રહેશે તો રાહુલને માટો રામ વિલાસ પાસવાનના લહેકામાં કહીએ તો પેલું શું કહે છે કે અબ દિલ્હી દૂર નહી હવે દિલ્હી દૂર નથી. સામાન્ય લોકો પણ વિચારવા લાગે છે કે પૂર્ણ બહુમતીવાળી સરકાર ભાજપની છે તો કોંગ્રેસને કેવી રીતે મંદિર નિર્માણમાં આડે આવી ગઇ…? ભાજપમાં પણ આ રીતનું વિચારવાળા હશે. અને સામાન્ય માનવીની જેમ વિચારતા હશે. પરંતુ જાહેરમાં પોતાનો મત બતાવશે નહિ. તેઓ ભલે ના બોલે પણ લોકો તો બોલી જ રહ્યા છે કે મંદિરને માટે પૂર્ણ બહુમતીવાળી સરકાર જલ્દીમાં જલ્દી મંદિર ત્યાં જ બનાવે. કોંગ્રેસ પણ સમર્થન આપશે. કેમ કે રાહુલ ગાંધી પણ હવે મંદિર મંદિરોમાં જઈ રહ્યા છે તો તેઓ પણ શ્રીરામ મંદિરને માટે ભલામણરત કેવી રીતે ના પાડે…? ભાજપ મંદિર બનાવે રાહુલ રામ લલ્લાના દર્શનના અભિલાસી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



