સામાન્ય રીતે સતત થઈ રહેલી ગેરરીતિઓ અને પોલીસના વ્યવહારને કારણે સામાન્યજનના મનમાં એવી જ છાપ છે કે પોલીસ જે કંઈ કરે તે બધુ જ ખોટુ હોય છે પણ દરેક વખતે તે સાચુ પણ હોતુ નથી. એલઆરડીની પરીક્ષામાં પોલીસ મોટા માથાઓને બચાવી રહી છે અને પ્રશ્નપત્ર કિયા છપાયુ તે પોલીસ કેમ છુપાવી રહી છે તેવા ઘણા બધાના પ્રશ્નો લોકો સહિત ખુદ આ ઘટનાનું કવરેજ કરતા પત્રકારોના મનમાં પણ છે. પોલીસની કાર્યવાહી ઉપર શંકા થઈ રહી હોવા છતાં પોલીસ કિયા કારણસર પ્રિન્ટરનું નામ જાહેર કરતી તે બાબત રસપ્રદ છે.
ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તેમજ વિવિધ કેન્દ્રીય એજન્સીઓ અને ખાનગી અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ અનેક ગુપ્ત પ્રિન્ટીંગ કરાવતી હોય છે. પરીક્ષા સહિત અન્ય સાહિત્ય ચોક્કસ સમય માટે ગુપ્ત રાખવુ જરૂરી હોય છે. આવુ સાહિત્ય અથવા પ્રશ્નપત્ર સરકારી અથવા જાહેર પ્રિન્ટીંગ પ્રેસમાં છાપી શકાતા નથી. આ પ્રકારનું ગુપ્ત પ્રિન્ટીંગ કરનાર પ્રેસને સરકારે સીક્રેટ પ્રેસનો દરજ્જો આપેલો છે. આ પ્રેસનું ખાનગીમાં અને સત્તાવાર રીતે કોઈ જ નામ હોતુ નથી. આ પ્રેસની બહાર પણ પ્રિન્ટીંગ પ્રેસ તરીકેનું બોર્ડ લગાવવામાં આવતુ નથી. સીક્રેટ પ્રેસ તરીકે કામ કરનાર પ્રેસ આ પ્રકારના સીક્રેટ એસાઈનમેન્ટ છાપવા સિવાય અન્ય કોઈ જ પ્રકારનું પ્રિન્ટીંગ કરી શકતા નથી. જેના કારણે સીક્રેટ પ્રેસનો ભાવ સામાન્ય પ્રિન્ટર કરતા અનેક ગણો વધારે હોય છે.
એલઆરડીની પરીક્ષાના પ્રશ્નપત્ર છાપવા માટે દેશના સિક્રેટ પ્રેસો પાસેથી ભાવ મંગાવવામાં આવ્યા હતા. આ પ્રકારનું એક સીક્રેટ પ્રેસ અમદાવાદમાં પણ છે પરંતુ ગુજરાતી ભાષામાં પરીક્ષા લેવવાની હોવાને કારણે જ્યાં પ્રેસનો સામાન્ય કારીગર પણ ગુજરાતી જાણતો નથી તેવા પ્રેસમાં આ પ્રશ્ન પત્ર છપાય તે જરૂરી હતું. એટલે જ કર્ણાટકના સિક્રેટ પ્રેસને પસંદ કરવામાં આવ્યુ હતું. સિક્રેટ પ્રેસના નિયમ પ્રમાણે જ્યારે તેના કર્મચારીઓ પ્રેસમાં પ્રવેશ કરે ત્યારે તેમના પહેરેલા કપડાં ઉતારી લેવામાં આવે છે અને તેમણે પ્રેસમાં દાખલ થતી વખતી પ્રેસ દ્વારા આપવામાં આવતા ખાસ પ્રકારના કપડાં પહેરવાના હોય છે, જેને ખીસ્સુ અથવા કંઈ સંતાડી શકાય તેવો કોઈ ભાગ હોતો નથી.
જ્યારે પ્રશ્નપત્ર સહિત આ પ્રકારનું સિક્રેટ પ્રિન્ટીંગ શરૂ થાય એટલે તે પુરુ થાય નહીં ત્યાં સુધી સ્ટાફને બહાર જવા દેવામાં આવતો નથી. પ્રિન્ટ થયેલુ સાહિત્ય સીલબંધ કવરમાં પેક થાય પછી તેઓ બહાર જઈ શકે છે. જા કે ત્યારે પણ તેમણે તપાસ થાય છે કે તેઓ કોઈ ગુપ્તતા બહાર લઈ જતા નથી રહ્યા ને? આટલી ચોક્કસતા છતાં પ્રશ્નપત્ર લીક થયુ છે તે વાત પણ સાચી છે. આ ઉપરાંત એલઆરડીના પ્રશ્નપત્રમાં એક ખાસ કાળજી રાખવામાં આવી હતી કે એક ક્લાસમાં પરીક્ષા આપવા ત્રીસ ઉમેદવાર બેઠા હોય તો તમામ ઉમેદવારને પ્રશ્ન એક સરખા હોવા છતાં પ્રશ્નનો ક્રમ બદલાઈ જાય તે પ્રકારે પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા. આમ એક વર્ગ દીઠ ત્રીસ પ્રકારના પ્રશ્નપત્ર હતા.
દરેક વખતે પોલીસ જે આરોપી પકડે તેને પોલીસ મુખ્યસુત્રધાર ગણાવે છે તેનું કારણ એવુ છે કે પોલીસ માની રહી હોય છે આ જ વ્યÂક્ત મુખ્ય છે. પરંતુ દરેક વખતે પકડાયેલી વ્યકિતની ઉપર અન્ય કોઈ હોવાનું બહાર આવે છે. આમ જે પણ આખરી માણસ છે તેણે બહુ સિફતપુર્વક સાંકળ તૈયાર કરી છે. આ કેસના તમામ આરોપીઓને પોતાની ઉપર કોણ છે તેની જ ખબર છે. પણ ખરેખર મુખ્યસુત્રધાર કોણ છે તે ખુદ આરોપી પણ જાણતા નથી. જા કે પોલીસનો દાવો છે કે તેમણે મુખ્ય માણસને પણ ઓળખી લીધો છે પરંતુ તે હજી પકડથી બહાર છે. પરંતુ પોલીસ માટે મુખ્ય પ્રશ્ન એવો છે કે પ્રશ્નપત્ર ક્્યા તબક્કામાં લીક થયુ છે. જ્યાં પ્રિન્ટ થયુ તે સીક્રેટ પ્રેસમાંથી અથવા સીલબંધ પ્રશ્નપત્ર નિકળ્યા તે દરમિયાન રસ્તામાંથી અથવા જે સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા ત્યાંથી? આમ પોલીસ માટે ક્્યા તબક્કે પેપર લીક થયુ તે જાણવુ જરૂરી છે.
છતાં પોલીસ માને છે આ ગેંગ બહુ ચાલાક છે કારણ તેમણે એક પણ ઉમેદવારને પ્રશ્નપત્ર આપ્યુ નથી, તેમણે ઉમેદવારને માત્ર આન્સર કી આપી હતી. આ ગેંગ દ્વારા ભુતકાળમાં ગુજરાત સહિતના અન્ય રાજ્યની પરીક્ષાના પેપર લીક કર્યા હોવાની આશંકા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



