માહિતી માંગશો તો કેસ ઠોકી દેવાશે…રાષ્ટ્રપતિજી આ શું થઈ રહ્યું છે…!!?

0
23

શું માહિતી અધિકાર કાયદાનુસાર સરકાર અને સરકારી સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓની માહિતી માંગવી એ ખોટું છે? આ સવાલનો જવાબ કેન્દ્રિય સૂચના આયોગ એમ.શ્રીધર આચાર્યલૂના એ પત્રમાં છે. જેમણે કોઈ અન્યને નહિ પરંતુ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને લખ્યું છે. તેમણે ખૂલ્લા પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સરકાર અને આરબીઆઈ જેવી સંસ્થાઓ પાસેથી કાયદાનુસાર માહિતી માંગવા પર આયોગની વિરોધમાં અરજી દાખલ કરી દેવામાં આવી છે. કેન્દ્રિય સૂચના આયોગની વિરુદ્ધમાં આવી ઓછામાં ઓછી ૧૭૦૦ અરજીઓ દાખલ કરવામાં આવી છે. સૂચના આયોગને ડરાવવા,ધમકાવવા માટે આટલી બધી અપીલ કરી સરકાર અને તંત્ર સૂચના ન આપતા કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. સરકારના જ એક અન્ય અધિકારી સ્વાયત્ત સંસ્થાની વિરુદ્ધમાં સરકાર સૂચના અધિકાર કાનૂન અનુસાર માહિતી ના આપવાની કેવી કેવી સાજીશો ચાલી રહી છે. તેનો સૌથી મોટો ખુલાસો આ પત્રમાં કરવામાં આવ્યો છે. શું લોકશાહીમાં આવુ થાય છે? શું અગાઉની સરકારમાં પણ આવા નુસ્ખા અજમાવવામાં આવતા હતા?
સૂચના આયોગે આરબીઆઈને કહ્યું છે કે વિલફુલ ડિફોલ્ટર ખાતેદારોની જાણકારી આપો. આઈબી આઈએ આયોગની વિરુદ્ધમાં અપીલ કરી દીધી. જેથી આ જાણકારી ટાળી દેવાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિક્ષણ સંબંધિત જાણકારી જેવી કે તેમના અભ્યાસ અંગેની જાણકારી આપવાના આદેશ થયા બાદ પણ સરકારી તંત્ર તેની જાણકારી નથી આપતા. તેમણે આ બાબત પર આશ્ચર્ય થયું છે. એક આયોગ પોતાના કાયદાનુસાર આદેશ આપી રહ્યા છે અને સરકાર છે કે તેના પર ફેણ મારીને બેસી ગઈ. શું સરકારના કોઈ અન્ય સ્વાયત્ત સંસ્થાની વિરુદ્ધમાં ૧૭૦૦ અરજીઓ થઈ છે…? એ તો સારું છે કે માહિતી માંગવાનો અધિકારવાળા કાયદા અગાઉની સરકરમાં બન્યા. આ સરકારે તો નાગરિકોને જાણકારી ન મળે એવા પ્રયાસો કર્યા છે. ત્યારે આ રીતેના અધિકાર આપવાનો કાયદો આ સરકારમાં બને એ તો પાંચ વર્ષમાં ક્યાંય થયું જ નથી. અધિકાર આપવા નહિ પરંતુ મળેલા અધિકારીને દબાવવાના આ પૂરેપૂરા પ્રયાસો છે અને તેની ટીકાઓ તેમજ વિરોધ કરવો જાઈએ.
આરબીઆઈને જા તે મહાશયોની યાદી આપે તો બેંકોથી કરોડો અને અબજાની લોન લઈને જાણી જાઈને લોનની રકમ બેંકોને નથી આપી રહ્યા અને બેંકોથી લીધેલ લોનથી એશો આરામ કરી રહેલાઓના નામ જાહેર થવાથી શું દેશ પર પહાડ તૂટી પડશે? બેન્કોવાળા નાની-મોટી લોન લઈ પરત ન કરવાવાળાની સંપત્તિઓની યાદી અને નામ જાહેર કરે છે તો મોટી લોનવાળા દોષિત ખાતેદારોના નામ કે કંપનીના નામ કેમ છૂપાવવા માંગે છે. નોટબંધીનો નિર્ણય ઉર્જિત પટેલનો ન હતો અને આ સરકારે તેમને જરા પણ પૂછવાની કોશિશ નથી કરી એ બધા જાણી ગયા છે. પરંતુ વિલફુલ ડિફોલ્ટરના નામ આરબીઆઈના ગવર્નર શા માટે નથી આપતા? શું આવા વિલ્ફુલ દોષિત ખાતેદાર તેમના કોઈ સગા સંબંધી છે શું? દેશે આટલુ બધી સહન કર્યું તો એક આઘાત વિલ્ફુલ ખાતેદારોના નામથી પણ સહન કરી લેશે. માહિતી આયોગના સભ્યના પત્ર પછી મહામહિમ પગલાં લેશે એટલી આશા તો રાખી જ શકાય છે. દેશ કયા રસ્તે જઈ રહ્યો છે તેનો જીવતો જાગતો પુરાવો સૂચના આયોગનો આ દારૂગોળા જેવો પત્ર છે. સમજદારને હવે કેટલા ઈશારાની જરૂર છે…?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY