ભારતનુ દુશ્મન પાકિસ્તાન છે એ જગજાહેર છે પરંતુ મસૂદ અઝહરને બતાવતું ચીન આપણુ દુશ્મન નથી….? ખરેખર તો ભારત ચીનને સપોર્ટ કરે છે તેનો માલ ખરીદે છે અને કામોના કોન્ટ્રાક્ટ ચીન ને આપ્યા છે અરે ગુજરાત નહીં પણ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ સ્ટેચ્યુ પણ મેડ ઈન ચાઈના છે. એ તો ઠીક પરંતુ ચાઇના થી આવતી ચીજવસ્તુઓના ટેક્ષ ઓછા છે તો સહાય પણ આપવામાં આવે છે.તો સ્થાનિક અનેક ચીજવસ્તુઓના ઉત્પાદનો ઉપર આકરો જીએસટી નાખવામાં આવ્યો છે અને કોઈ સહાય કે સબસિડી નથી મળતી. આ બધું છતાં ચીનજ ભારતના દુશ્મન એવા આતંકી મસૂદ અઝહરને યુનોમા વિટો વાપરીને બચાવી લે છે. આવું વારંવાર ચીન કરતું રહ્યું છે અને મસૂદને બચાવ્યો છે આ બધું છતાં સરકાર ખીલ માટે લાલ જાજમ પાથરી સાબરમતી નદીના કિનારે તેના નેતાને હિચકે ઝુલાવે છે સરકારની આ કેવી નીતિ કે જે આપણા દુશ્મનને બચાવે અને ભારત કે તેના પગમાં આળોટવાનું….! શું સરકાર તેમને પાઠ ભણાવવા ત્યાની ચીજવસ્તુઓની આયાત બંધ કરી ના શકે….? તો ચીનને ભારતમાં જે તે કામોના કોન્ટ્રાક્ટ આપવાનું બંધ ના કરી શકે….? જે કામ સરકારે કરવાનું છે તે કામ સરકાર કરતી નથી અને તેના કારણે આતંકવાદી મસૂદ અઝહરની ટોળકીઓ બેફામ બની કાશ્મીરમાં આપણા જવાનો ઉપર હુમલા કરે છે અને આપણા જવાનો શહીદ થાય છે. આના પરિણામે શહીદના પરિવારની જિંદગી કફોડી બને છે, કોઇના માથા નું સિંદૂર ભુંસાઈ છે તો કોઈ સંતાનો પિતા ગુમાવે છે તો કોઈ મા-બાપ પોતાનો પુત્ર ગુમાવે છે ત્યારે હવે ભારતના લોકોએ જાગ્રત થવું પડશે અને સસ્તી વસ્તુ કરી ખરીદવાનો મોહન ત્યાગીને તેની બનાવટો ની ખરીદી બંધ કરવી પડશે…. બાકી તો સરકાર આતંકી મસૂદ અઝહરને બચાવનાર ચીન સામે કોઈ જ પગલા નહી ભરે તેવી આશંકા છે….!! જો સરકાર ચાહે તો ચીન અને જુદા-જુદા કોન્ટ્રાક્ટ આપવાનું બંધ કરે તેમજ ચીનની નવી કંપનીઓ ભારતમાં વિવિધ ઉત્પાદનો કરવા ઉદ્યોગો ઉભા કરે તેને મંજૂરી કે પ્રોત્સાહન ના આપવું જાઈએ ઉપરાંત ચીનના આયાતી માલસામાન ઉપર આકરા ટેક્સ નાખવા જાઈએ તેમજ કોઈ રાહતો પણ આપવી ના જાઈએ. જા સરકાર સ્થાનિક નાના-મોટા લોકોપયોગી ઉત્પાદનો કે ચીજ વસ્તુઓને પ્રોત્સાહનો આપે તો દેશમાં જ બનતી લોકો ઉપયોગી ચીજવસ્તુઓ સસ્તી પડે અને લોકો સ્વદેશી ઉત્પાદનો ખરીદવા તરફ વળે.
ભારતના લોકોની પહેલેથી ચીજ-વસ્તુઓ સસ્તી કિંમતમાં મળે તેવી જ કરી ખરીદતા હોય છે અને ચીજ વસ્તુ ઓછા ભાવે ખરીદવાની માનસિકતા છે ત્યારે સ્વદેશી ઉત્પાદનોને રાહત મળે તેવા ટેક્સ હોવા જરુરી છે. કે પછી સબસીડી આપવી જોઈએ તો જ ભારતમા ઉત્પાદન થતી ચીજ-વસ્તુઓ સસ્તી પડશે અને તોજ લોકો સ્વદેશી બનાવટની ચીજવસ્તુઓ ખરીદશે અને ચીની બનાવટની ચીજ વસ્તુઓ ખરીદતા બંધ થઈ જાય તે હકીકત છે….
સરકાર સ્વદેશી લોકો ઉપયોગી ચીજ વસ્તુઓના ઉત્પાદનોને રાહતો આપે પરંતુ એ એવી ચીજ વસ્તુ ના હોવી જોઈએ કે બાબા રામદેવ ની કંપની દ્વારા વિવિધ ઉત્પાદનો છે જેમા તેમના બિસ્કીટ કુતરા પણ નથી ખાતા તો કેટલાક ઉત્પાદનોમાં જીવાત પણ નીકળી હતી તો આવા સ્વદેશી ઉત્પાદકોને રાહતો આપવા વિચારવું જાઈએ. હવે સરકાર ચીન બાબતે પગલા લે ત્યારે ખરું….. પરંતુ હવે ચીનને કોન્ટ્રાક્ટ આપવાનું બંધ કરે તેમજ ત્યાના ઉદ્યોગો અહીં ના લાવે કે આવવા ના દે એજ ચીનનો બહિષ્કાર છે… પરંતુ ત્યાં સુધી ભારતના લોકો ચીની ઉત્પાદનો ખરીદવાનું બંધ કરે તો કદાચ લુચ્ચા ચીનની આંખ ઉઘડે અને મસૂદ અઝહરને વિશ્વ આતંકવાદી જાહેર કરવામાં આડુ ના આવે…..!?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



