કાચનાં ઘરમાં બેઠેલા બીજાઓ પર પત્થર ફેંકશે તો કાચ બચી જશે શું..?!!

0
7

જે લોકો ઈતિહાસ ભૂલે તેને ઈતિહાસ ભુલાવી દે છે. વાત કાંઈ જૂની નથી ૧૦ વર્ષ પહેલા કોંગ્રેસનાં નેતાઓ નરેન્દ્ર મોદી બાબતે પોતાના હુમલા કરતા હતા ત્યારે મોદી કહેતા હતા કે તેમના પર ફેંકવામાં આવેલા પથ્થરોનો ઉપયોગ તેઓ ઉપર ચઢવા સીડી બનાવવામાં કરી રહ્યા છે. મોદી કોંગ્રેસ દ્વારા તેમના પર ફેંકેલા પથ્થરની સીડીઓ ચડીને કિયાથી કિયા પહોંચ્યા. વયકિતગત હુમલાનો આ ખેલ હવે ભાજપા રમી રહી છે. જાહેર છે કે આ પ્રકારની હરકતોથી મોદીને રાજકીય લાભ મળ્યો એવો જ લાભ તેમણે પણ મળશે કે જેમના ઉપર ભાજપાના નેતાઓ વ્યકિતગત હુમલા કરશે. મામલો માયાવતીનો છે. ભાજપાના ઉત્તરપ્રદેશના મહિલા ધારાસભ્ય સાધના સિંહે માયાવતી માટે એવા શબ્દો બોલ્યા જે એક મહિલાને પણ શોભે નહિ. માયાવતી દેખાવમાં આવી હોય કે તેવી હોય તેનાથી કોઈને શું..?!! તેઓ મુખ્યમંત્રી રહી ચુક્વ્યા છે. પક્ષ ચલાવી રહી છે. તેમનો ગુનો એ છે કે તેમણે સપા સાથે ચૂંટણી ગઠબંધન કર્યું..? જા આ જ માયાવતીએ ભાજપા સાથે હાથ મેળવ્યા હોત તો શું સાધના સિંહને માયાવતી એશ્વર્યા રાય લાગતી..?!! કે પછી કોઈ બ્યુટી કવિન લાગતી..?!!
કોઈ ફિલ્મનો બહુ સરસ ડાયલોગ છે કે ‘જિસ કે ઘર શીશે કે હોતે હૈ વે દુસરો કે ઘર પર પથ્થર નહિ ફેંકા કરતે.’ આવા ઘરોમાં બેસીને પથ્થર મારશો તો સામેથી પથ્થરમારો થશે અને કાચનું ઘર પછી ઘર રહેશે કે નહિ એ કહેવાની જરૂર નથી. શું માયાવતી ઉપર આ રીતનો વ્યકિતગત હુમલા એ વાતની સાબિતી છે કે તેમણે સપા સાથે ગઠબંધન કરીને ભાજપાને અત્યારથી ભારે રાજકીય નુકશાન પહોંચાડ્યું છે…?!! કદાચ સાધનાસિંહ ભૂલી ગઈ હશે કે ભાજપાએ પીડીપીની મહેબુબાની જેમ તેમની સાથે મળીને ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવી હતી. ત્યારે પણ માયાવતી એ જ હતા. ખરેખર તો નેતાઓની વિરુદ્ધમાં આ પ્રકારના ખરાબ શબ્દો એક જાણી બુજીને રાજકીય રણનીતિ હોય છે કે શું..?!! ભાજપાને એવું લાગ્યું હશે કે માયાવતી અને અખિલેશ તો મળશે નહિ વોટ વહેંચાઇ જશે અને ભાજપાને ફાયદો થશે પરંતુ સપા અને બસપાનાં મળવાથી ભાજપાને જે ડર લાગ્યો કે માયાવતી ખરાબ લાગી તેનો પ્રભાવ સાધનાસિંહનાં શબ્દોમાં જાવા મળી રહ્યા છે..?!!
પોતાની ટીકાઓને મોદીએ અવસરમાં બદલાવીને રાજકીય લાભ ઉઠાવ્યો એવો જ લાભ એ નેતાઓ પણ ઉઠાવશે જેમની ભાજપાઈઓ ટીકાઓ કરશે. હજી તો પાર્ટી શરૂ થઇ છે ની જેમ હજુ તો ચૂંટણી પ્રચારની ધીમી શરૂઆત થઇ અને આવા આકરા અને વ્યકિતગત હલકી કક્ષાનાં હુમલા શરૂ થયા તો પછી આગળ શું થશે..?!! માયાવતી જ્યારે સીએમ હતા ત્યારે તેમણે વાયદાઓનો અમલ ન કર્યો હોય તો તેમની ટીકાઓ જરૂર થવી જાઈએ. અખિલેશ સરકારની નિષ્ફળતાઓ બાબતમાં લોકોને બતાવે પરંતુ એક મહિલા બીજી મહિલા અંગે વ્યકિતગત હુમલા કરે તો મોદીની જેમ માયાવતી પણ ભાજપા દ્વારા ફેંકવામાં આવેલા પથ્થરોનો ઉપયોગ રાજકારણમાં ઉપર જવાની સીડીઓ બનાવવા માટે કરી શકે છે. આ ફક્ત ભાજપાના એક ધારાસભ્યની માનસિકતા નહિ પરંતુ સમગ્ર પક્ષ કોઈના અંગે શું વિચાર રાખે છે તે ઓછી માનસિકતાની તરફ પણ ઈશારો કરે છે. ચૂંટણીમાં આવા કેટલાય મોકા આવશે પરંતુ કોઈ ઉપર વ્યકિતગત હુમલા ન થાય તો જ ચૂંટણીમાં વાતાવરણ સારું રહેશે. મતદાતા બધું જાઈ રહ્યા છે બધું સાંભળી રહ્યા છે અને જ્યારે તેમનો જનાદેશ આવશે ત્યારે કેટલાય નેતાઓની હાલત અને તેમની ચાલ એવી થઇ જશે કે જ્યારે તેઓ ચાલશે ત્યારે લાગશે કે આ નર છે કે નારી..?!!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY