વરઘોડા વિરોધ મામલે મેવાણીની ચક્કાજામની ચિમકી, ૧૮મીએ દલિત સંમેલન

0
27

મોડાસા,તા.૧૪
મોડાસાના ખંભીસર, પ્રાતિજના સીતવાડા અને કડીના લ્હોર ગામે દલિતોના વરઘોડાના થઈ રહેલા વિરોધ તેમજ બહિષ્કારને લઈ દલિત નેતા તથા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન મેવાણીએ કહ્યું કે, આ ઘટનાઓ ગુજરાત માટે શરમજનક ઘટનાઓ છે, આ પ્રકારની ઘટનાઓ બનવા છતાં મુખ્યમંત્રી દલિતોના મિત્ર બન્યા નથી.
મુખ્યમંત્રીએ કોઈ અપીલ પણ કરી નથી. વરઘોડાની ઘટનાઓ બની ત્યારે એક પણ મંત્રી, મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને ડીજીપીએ ગામની મુલાકાત પણ લીધી નથી. ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે એટ્રોસિટી અને આઈપીસી મુજબ ગુનો દાખલ કરો.
તેમજ ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કર્યા નથી. ડીવાયએસપી સામે ફરિયાદ માટે ખભીંસર ગામના લોકો પોલીસ સ્ટેશન અને એસપી ઓફિસના ધક્કા થાય છે. આ માટે અમે સુપ્રીમ સુધી લડી લઈશું અને ચક્કાજામ કરવા પડે તો એ પણ કરીશું. ૧૮ અને ૨૨મીએ સાણંદના નાની દેવતી ગામ અને કડીના ગામે દલિત સંમેલન યોજવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY