મેશ્વો નદી પર પુલ બનાવવા ૮ ગામના લોકોની માગ, યજ્ઞ કરી રામધૂન બોલાવી

0
11

અરવલ્લી,તા.૧૦
અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારો આઝાદીના ૭૨ વર્ષ પછી પણ વિકાસથી જાજનો દૂર છે. મોટાભાગના આદિવાસી બહુમતી ધરાવતા ગ્રામ્ય વિસ્તારો હજુપણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. શામળાજી નજીક આવેલા વાંદીયોલ ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદી પર પુલ બનાવવાની વર્ષો જૂની રજૂઆત ન સંતોષાતા જવાબદાર તંત્રને જગાડવા વાંદીયોલ અને આજુબાજુના ૮ ગામના લોકોએ મેશ્વો નદીના પટમાં યજ્ઞ કરી રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
મેશ્વો નદીના પટમાં રામધૂન બોલાવવા બેઠેલા ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જવાબદાર તંત્ર અને નેતાઓ સામે અનેકવાર રજૂઆત કરવા છતાં મેશ્વો નદી પર પુલ બનાવની માંગણી સામે આંખ આડા કાન કરતા આખરે ભગવાનનું શરણ લેવાની ફરજ પડી હતી.
ચોમાસુ નજીક છે દરવર્ષે મેશ્વો નદીમાં પાણી આવી જતા ૧ હજારથી વધુ લોકો મુસીબતમાં મુકાય છે. દર ચોમાસામાં મેશ્વો નદીમાં પાણી આવવાથી નદી પારના ૮ ગામના એક હજારથી પંદરસો લોકોનો સંપર્ક કપાઈ જાય છે. ચોમાસામાં પશુપાલકોને દૂધ પડી રહે છે. વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહે છે. તમામ વ્યવહાર ખોરવાઈ જાય છે. ચોમાસા દરમિયાન તમામ ગ્રામજનો વિદ્યાર્થીઓ મહિલાઓને ૧૦ કિલોમીટર ફરીને જવું પડે છે. હવે ચોમાસુ નજીક છે. રહીશો એ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે પરંતુ અગમ્ય કારણોસર ગરીબ આદિવાસી લોકોની રજૂઆત તંત્ર ધ્યાને લેતું નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY